સિંહ બાદ હવે દીપડાને પણ પહેરાવાશે રેડિયો કોલર, જાણો શું થશે ફાયદો

દીપડા દ્વારા માનવી પર હુમલાના બનાવો ઓછા  થાય તે માટે વન વિભાગે નવી ટેકિનક અપાનવી છે. હવે દીપડાને પણ રેડીઓ કોલર પહેરાવાશે. જેના દ્વારા  દીપડાની તમામ હિલચાલ પર નઝર રાખી  શકાશે. જુનાગઢ વન વિભાગ દ્વારા હવે દીપડાને રેડીઓ કોલર પહેરાવશે. જેને લઇ દીપડાની તમામ મુવમેન્ટ પર નજર રાખી  શકાશે. હાલ વન  વિભાગ દ્વારા પાંચ  દીપડા પર પ્રયોગ હાથ ધરાશે. ખાસ કરીને જે દીપડાઓ  માનવ વસ્તીમાંથી પકડાયા છે અને  હુમલો કરવાની ટેવવાળા છે, તેમને  રેડિઓ કોલર પહેરાવાશે.

જેથી તેના તમામ ડેટા મળી રહેશે. જુનાગઢ, સી.સી.એફના ડી.ટી.વસાવડાએ જણાવ્યું કે, હાલમાં પાંચ દીપડાઓને રેડિઓ કોલર પહેરાવવામાં આવશે. આ રેડિયો કોલર પહેરાવવાથી હિંસક કોઇપણ પ્રાણીઓને તકલીફ નથી થતી. એક તરફ જોવા જઈએ તો દીપડાના હુમલમાં આ વર્ષે સરેરાશ ૧૫ લોકોના મોત અને ૪૫થી વધુ ઘાયલ થાય છે. જેને લઇ આ પ્રયોગ સફળ થશે તો માનવી પરના હુમલા રોકી શકાશે. ૨૦૧૬માં દીપડાની ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી એમ કુલ ત્રણ જિલામાં ૬૦૦ જેટલા દીપડાનું અવલોકન કરવામાં આવ્યું હતું.

થોડા સમય પહેલા સિંહોને પણ રેડિઓ કોલરથી સજ્જ કરવામાં આવ્યા હતા અને સિહોનાં મોત પાછળ રેડિઓ કોલર છે તેવી વાત આવતા સિંહોમાંથી રેડિઓ કોલર કાઢી લેવામાં આવ્યા હતા આ બાબતે સીસીએફે જણાવ્યું હતું કે, તદન વાત ખોટી છે અને રેડિઓ કોલરથી કોઈ વન્ય પ્રાણીને નુકશાન થતું નથી. આવતા બે મહિના ના સમય ગાળા દરમિયાન પાંચ દીપડાને રેડિઓ કોલર પહેરાવશે. તે કેટલું સફળ થાય છે તે જોવામાં આવશે ત્યાર બાદ અન્ય દીપડાને પણ આ પહેરાવાવા કે નહિ તે બાબતનો નિર્ણય લેવામાં આવશે. એક રેડીઓ કોલરની કિમંત અંદાજીત ૩થી ૪ લાખ રૂપિયા સુધીની હોય છે.