સિઝેને મારી સાથે માત્ર અમેરિકાના ગ્રીન કાર્ડ લેવા માટે લગ્ન કર્યા હતા: આયેશા પિરાની

પ્રખ્યાત સિરિયલ ‘કસોટી જિંદગી કીમાં અનુરાગ બાસુનું પાત્ર ભજવી ઘર-ઘરમાં જાણીતા બનેલા અભિનેતા સિજેન ખાન પર એક મહિલાએ સનસનીખેજ આરોપ લગાવ્યો છે. અમેરિકાની રહેવાસી આ પાકિસ્તાની મહિલાનો દાવો છે કે, સિજેને તેની સાથે લગ્ન કર્યા અને ફરી જેમ જ તેને ગ્રીન કાર્ડ મળ્યુ તો તેણે ડિવોર્સની અરજી દાખલ કરી દીધી હતી. આયેશા પિરાની નામની આ મહિલાએ કહૃાું કે, સિજેને તેની સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ ૨૦૧૫થી ૨૦૧૭ સુધી બંને સાથે હતા. એક ઈન્ટરવ્યૂમાં મહિલાએ કહૃાુ કે, સિઝેને તેની સાથે માત્ર અમેરિકાના ગ્રીન કાર્ડ લેવા માટે લગ્ન કર્યા હતા.
મહિલાએ એ પણ દાવો કર્યો કે, સિઝેનના કારણે તેણીના પ્રથમ લગ્ન તૂટી ગયા હતા. તેના મત પ્રમાણે સિજેને તેણીની સાથે ૩ એપ્રિલ ૨૦૧૫માં લગ્ન કર્યા હતા. મહિલાએ લગ્નનું સર્ટિફિકેટ પણ દેખાડ્યું છે. જોકે, મહિલાના આ આરોપો પર હવે સિઝેન ખાનનો પણ જવાબ આવી ગયો છે. સિઝેને મહિલાને પોતાની ફેન ગણાવી છે. સિઝેને કહૃાું છે કે, પોતે આ મહિલા સાથે લગ્ન કર્યા નથી. એ બસ માત્ર તેમની ફેન છે જે પબ્લિસિટી મેળવવા માગે છે. ઉલ્લેખનીય છે કે, સિજેન જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહૃાા છે.
સિઝેન પોતાની ગર્લફ્રેંડની સાથે લગ્ન કરવા જઈ રહૃાા છે. બંને છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહૃાા છે. સિઝેનની ગર્લફ્રેંડ ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાની રહેવાસી છે. જોકે, તેમણે તેણીના નામનો ખુલાસો કરવાની મનાઈ કરી દીધી છે. સિઝેનનું કહેવું છે કે, તે પોતાની ખાનગી જિંદગીને શેર કરવામું પસંદ કરતા નથી. હાલમાં તો બંને પોતાના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે.