સિદ્ધાર્થ આનંદની ’ફાઈટર’માં પહેલી જ વાર રીતિક રોશન-દીપિકા પાદુકોણ કામ કરશે

’વૉર’ તથા ’બેંગ બેંગ’ ફૅમ ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની આગામી ફિલ્મ ’ફાઈટર’માં રીતિક રોશન તથા દીપિકા પાદુકોણ પહેલી જ વાર સાથે કામ કરશે. રીતિકના ૪૭મા જન્મદિવસ પર આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી અને ફિલ્મનો અનાઉન્સમેન્ટ વીડિયો પણ શૅર કરવામાં આવ્યો હતો.

રિલીઝ કરેલાં વીડિયોમાં રીતિક રોશનનો વોઈસ ઓવર સાંભળવા મળે છે, ’દુનિયા મેં મિલ જાયેંગે આશિક કઈ, પર વતન સે હસીન સનમ નહીં હોતા. હીરો મેં સિમટ કર, સોને સે લિપટ કર મરતે હૈ કઈ, પર તિરંગે સે ખૂબસુરત કફન નહીં હોતા.’ આ ફિલ્મ આવતા વર્ષે ૩૦ સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મથી સિદ્ધાર્થ આનંદ પ્રોડ્યૂસર બની રહૃાો છે.

રીતિકે ફિલ્મનો વીડિયો શૅર કરીને કહૃાું હતું, ’એક એક્ટર તરીકે મમતા તથા સિદ આનંદના પહેલાં પ્રોડક્શન ’ફાઈટર’ની સાથે કામ કરવું અને ફિલ્મનો હિસ્સો બનવું મારા માટે ગર્વની લાગણી છે. આ બહુ જ ખાસ છે. કારણ કે એક ડિરેક્ટર તથા મિત્રની સાથે મારા સંબંધો વધુ ગાઢ બન્યા છે. તેમની સફર મારા સેટ પર છડ્ઢ (આસિસ્ટન્ટ ડિરેક્ટર) તરીકે થઈ હતી અને પછી મને ’બેંગ બેંગ’ તથા ’વૉર’માં મને ડિરેક્ટ કર્યો હતો. હવે તેઓ ’ફાઈટર’ માટે પ્રોડ્યૂસર બન્યા છે. હું ફિલ્મ અંગે ઘણો જ ઉત્સુક છું. આભાર સિદ, મારી પર વિશ્ર્વાસ કરવા માટે અને મને ફરીથી તમારી યાત્રામાં સહ-યાત્રી બનાવવા માટે.’