સિદ્ધાર્થ મલ્હોત્રાએ બારીનો કાચ ખોલીને ભિક્ષુકને ૫૦૦ રૂપિયા આપી કરી મદદ

અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા તેમની ફિલ્મો અને એક્ટિંગના કારણે તો ચર્ચામાં રહે જ છે. જો કે આ વખતે તે અન્ય કારણોસર ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં તેનો વીડિયો પણ વાયરલ થયો છે. સિદ્ધાર્થ મલ્હોત્રા તેમના ઘરેથી બહાર જઇ રહૃાાં હતા. તેઓ કારમાં બેઠા કે, કોઇ ગરીબ વ્યક્તિ તેમની કારની નજીક આવી અને તેમની પાસે પૈસા માગ્યાં. સિદ્ધાર્થ મલ્હોત્રાએ બારીનો કાચ ખોલીને ભિક્ષુકને ૫૦૦  રૂપિયાની નોટ આપી. આ ઘટનાને બોલિવૂડ સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાનીએ તેમના કેમેરામાં કેદ કરી લીધી. તેમણે આ ઘટનાને તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં શેર કરતા. ઘટનાનો વીડિયો વાયરલ થઇ ગયો.

સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ આ વીડિયો વાયરલ થયો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ તેમની પ્રશંસા કરી રહૃાાં છે અને કેટલાક યુઝર્સે લખ્યું ‘જેન્ટલમેન સિદ્ધાર્થ મલ્હોત્રા હાલ કિયારા અડવાણીને ડેટ કરી રહૃાાં છે. જો કે બંનેએ હજું આ રિલેશનશિપને લોકોની સામે નથી રાખી. બંને થોડા સમય પહેલા જ માલદિવ ગયા હતા. બંનેએ સાથે ન્યૂ ઇયર સેલિબ્રેટ કર્યો હતો.

સિદ્ધાર્થ મલ્હોત્રાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ હાલ ફિલ્મ ‘થેક્ધ ગોડની શૂટિંગમાં વ્યવ્સત છે. તેમણે ફિલ્મના મુર્હતની ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.  ત્યારબાદ તે બહુ જલ્દી ફિલ્મ ‘નિશન મજનૂમાં જોવા મળશે.