આજકાલ ’બિગ બોસ’ના ઘરમાં જબરદસ્ત હંગામો ચાલી રહૃાો છે, કેટલાક કપલ્સ બને છે અને તૂટે છે. આવી જ રીતે સિઝન ૧૩માં પણ જોવા મળ્યું હતું. તે સમયે સિદ્ધાર્થ શુક્લાએ ટુંકા સમયમાં પોતાની ખાસ સ્ટાઇલથી દર્શકોને દીવાના બનાવી દીધા હતા. તે સમયે સિદ્ધાર્થ અને શહેનાઝ ગિલની જોડી એટલી લોકપ્રિય થઈ હતી કે ચાહકોએ તેમને ’સિદનાઝ’ નામ આપ્યું હતું. સિદ્ધાર્થ પોતાના રફ અંદૃાજથી દર્શકો વચ્ચે ખૂબ લોકપ્રિય થયો હતો. જો કે સિદ્ધાર્થ હવે આપણી વચ્ચે નથી રહૃાો, પરંતુ તેના જેવો જ દૃેખાવ ધરાવતા યુવાનનો વિડીયો સામે આવ્યો છે, જેણે ચાહકોને ફરી તેમના ફેવરિટ એક્ટરની યાદ અપાવી દીધી હતી. સિદ્ધાર્થ જેવો દૃેખાતો યુવાન કોણ છે? એવો સવાલ તો થયો જ હશે? તમને જણાવીએ કે સિદ્ધાર્થ શુક્લા જેવા જ દૃેખાતા યુવાનનું નામ ચંદન છે, તેનો ચહેરો, એક્ટિંગ, ડાયલોગ બોલવાની સ્ટાઈલ ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. ચંદન પોતે સિદ્ધાર્થનો જબરદસ્ત ફેન છે અને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઘણા વિડીયો શેર કરીને પોતાના પ્રિય અભિનેતાને યાદ કરતો રહે છે. ચંદનનો વિડીયો જોઇને ફેન્સ સિદ્ધાર્થને મિસ કરી રહૃાા છે. સિદ્ધાર્થની એક્શનને ચંદને એવી રીતે કૉપી કરી છે કે ફેન્સ ઈમોશનલ થઈ જાય છે. સિદ્ધાર્થ શુક્લાને મિસ કરતી વખતે ચંદને વિડીયો બનાવ્યા છે. જે જોઈને ફેન્સ કહી રહૃાા છે કે, ’ભાઈ તુ વાયરલ થવા જઈ રહૃાો છે’. આ વિડીયોમાં સિદ્ધાર્થ શહનાઝ ગિલ પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી રહૃાો છે, જેને ફેન્સ શાનદૃાર ગણાવી રહૃાા છે. આ વિડીયો જોયા બાદ ફેન્સ ચકિત થઈ ગયા હતા. ચંદન સિદ્ધાર્થની જેમ જ ડાયલોગ બોલતો જોવા મળે છે. અહીં નોંધનીય છે કે, સિદ્ધાર્થ શુક્લાનું વર્ષ ૨૦૨૧માં હાર્ટ એટેકથી નિધન થયું હતું. સિદ્ધાર્થના અચાનક નિધનથી તેની માતા, પરિવાર અને શેહનાઝ ગિલ આઘાતમાં સરી પડ્યા હતા. ચાહકોને પણ આંચકો લાગ્યો હતો. શેહનાઝ આજે પણ સિદ્ધાર્થને યાદ કરતી જોવા મળે છે. સિદ્ધાર્થની લોકપ્રિયતાની એટલી હદૃે છે કે શેહનાઝ કોઇ પણ વિડીયો શેર કરે ત્યારે લોકો તેને સિદ્ધાર્થ સાથે જોડવાનું શરૂ કરી દૃે છે. સિદ્ધાર્થ આજે પણ અનેક ચાહકોના દિલમાં વસે છે અને ચાહકો અવારનવાર તેને યાદ કરતાં રહે છે.