તા. ૧૨.૧૧.૨૦૨૨ શનિવાર, સંવંત ૨૦૭૯ કારતક વદ ચોથ , મૃગશીર્ષ નક્ષત્ર, સિદ્ધ યોગ, બવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ) રહેશે .
મેષ (અ,લ,ઈ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો,દિવસ પ્રગતિકારક રહે.
મિથુન (ક,છ,ઘ) : અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો,આનંદ દાયક દિવસ.
કર્ક (ડ,હ) : નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે,દિવસ એકંદરે સારો રહે.
સિંહ (મ,ટ) : નવા લોકો સાથે મળવાનું બને,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
કન્યા (પ ,ઠ ,ણ ) : પરિવાર સાથે સમય વિતાવી શકો,આનંદ માણી શકો ,શુભ દિન.
તુલા (ર,ત) : તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય,કામ માં સફળતા મળે.
વૃશ્ચિક (ન ,ય ) : મનોમંથન કરી શકો,પોઝિટિવ વિચારો થી લાભ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા અંદરૂની મામલા નિપટાવી શકો,દિવસ સફળ રહે.
મકર (ખ ,જ ) : કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે,વાણી માં સંયમ રાખવો.
કુંભ (ગ ,સ,શ ) : વિદ્યાર્થીવર્ગને સારું રહે,ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): કોર્ટ કચેરીમાં રાહત મળે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
શુક્રના વૃશ્ચિક રાશિ ભ્રમણ અંગે અત્રે લખ્યું હતું કે આ ભ્રમણ સીને જગત માટે ભારે જશે અને ઘણા સ્ટાર ગુમાવવા પડશે એ મુજબ એક્ટર સિદ્ધાંત વીરનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે હાલમાં ગોચરમાં ઝડપથી ગ્રહો બદલાઈ રહ્યા છે જે ઘટનાક્રમમાં પણ તેજી લાવી રહ્યા છે. આજ મૃગશીર્ષ નક્ષત્ર અને સિદ્ધ યોગ ચાલી રહ્યો છે. મૃગશીર્ષ નક્ષત્રના સ્વામી મંગળ મહારાજ છે તે પણ ઘટનાને ઝડપથી આગળ વધારે છે અને એક દોડ ઉભી કરે છે એક રેસ ઉભી કરે છે અને સ્પર્ધા ઉભી કરે છે જયારે યોગમાં સિદ્ધ યોગ શુભ છે જે કામના સારા પરિણામની પ્રોમિસ આપે છે. શુભ કાર્યની શરૂઆત માટે સિદ્ધ યોગ લેવા માં આવે છે વળી જે મિત્રો સિદ્ધ યોગમાં જન્મેલા હોય તેમને કામના પરિણામ નો જશ મળતો હોય છે. મૃગશીર્ષ નક્ષત્રની કથા બ્રહ્માજી સાથે સંકળાયેલી છે વળી આ નક્ષત્ર શરીરના અભિમાન થી દૂર રહેવાની સલાહ આપે છે જે મિત્રો આ નક્ષત્રમાં જન્મ્યા હોય તેઓ પોતાનું કામ વફાદારીથી કરવા પ્રયત્ન કરે છે પરંતુ સબંધોના આટાપાટામાં ગૂંચવાતા જોવા મળે છે તથા પોતાની ઈચ્છા પૂરતી માટે સતત ફરતા જોવા મળે છે જો આ જાતકો એક જગ્યા એ સ્થિર થઇ ને કામ કરે તો તેમને સફળતા મળતી હોય છે પરંતુ એક જગ્યાએ રહી ને કામ કરવું તેમના માટે મુશ્કેલ હોય છે વળી આ નક્ષત્ર મિથુન રાશિમાં પડતું હોય દ્વિસ્વભાવ થાય છે એટલે કે ઝડપથી કોઈ નિર્ણય પર આવી શકતું નથી.