સિલ્વર લેક રિલાયન્સ રિટેલમાં ૭૫૦૦ કરોડનું રોકાણ કરશે

 • સિલ્વર લેક રિલાયન્સ રિટેલમાં ૧.૭૫ ટકા હિસ્સો ખરીદશે
 • લાખો લોકો અને નાના વેપારીઓને મળશે ફાયદો: અંબાણી

  પ્રાઈવેટ ઈક્વિટી કંપની સિલ્વર લેક પાર્ટનર્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિટેલ કંપની રિલાયન્સ રિટેલમાં ૭૫૦૦ કરોડ રૂપિયા રોકાણ કર્યું છે અને ૧.૭૫ ટકા હિસ્સે દારી લીધી છે. રિલાયન્સે ૯ સપ્ટેમ્બરે સ્ટોક એક્સચેન્જને આપેલી જાણકારીમાં જણાવ્યું છે કે, આ રોકાણથી રિલાયન્સ રિટેલની પ્રી-મની ઈક્વિટી વેલ્યૂ ૪.૨૧ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરોમાં ૯ સપ્ટેમ્બરે તેજી આવી છે. આ અગાઉ કંપનીએ જાહેરાત કરી છે કે, પ્રાઈવેટ ઈક્વિટીની દિગ્ગજ કંપની સિલ્વર લેક પાર્ટનર્સ રિલાયન્સ રિટેલમાં ૭૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. રિલાયન્સ પોતાના રિટેલ બિઝનેસને વિસ્તારવા જઈ રહી છે. કંપનીની ટક્કર એમેઝોન ઈન્ડિયા અને વોલમાર્ટની લિપકાર્ટ સાથે થશે. રિલાયન્સ રિટેલ દૃેશની સૌથી મોટી સેલ એન્ડ મોર્ટાર (ફિજિકલ સ્ટોર) રિટેલ બિઝનેસ છે. દૃેશભરના ૭૦૦ શહેરોમાં તેના ૧૧,૮૦૬થી વધુ સ્ટોર છે.
  રિલાયન્સ રિટેલની શરૂઆત ૨૦૦૬ માં થઈ હતી. રિલાયન્સ રિટેલે ઓગસ્ટના અંતમાં કિશોર બિયાનીના યુચર ગ્રૂપનો રિટેલ અને લોજિસ્ટિક્સ બિઝનેસ મેળવ્યો હતો. આ સોદો યુચર ગ્રુપ કંપનીના દૃેવા સહિત ૩.૩૮ અબજ ડોલરમાં થયો હતો.
  આ વર્ષની શરૂઆતમાં જિયો પ્લેટફોર્મ્સમાં ૧.૩૫ બિલિયન અમેરિકી ડોલરના મૂડીરોકાણ બાદ સિલ્વર લેક દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપનીમાં બિલિયન ડોલરનું બીજું મૂડીરોકાણ છે.
  ઉલ્લેખનીય છે કે, સિલ્વર લેકે રિલાયન્સના જિયો પ્લેટફોર્મ્સમાં પણ રોકાણ કર્યું છે. કંપની અત્યાર સુધી રિલાયન્સ જિયોમાં ૧૦,૨૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરી ચૂકી છે. આ નવા રોકાણ સાથે રિલાયન્સની માર્કેટ વેલ્યૂમાં જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલની હિસ્સે દારી ૯ લાખ કરોડ રૂપિયાથી વધુ જશે. આ સોદો એટલા માટે મહત્વપૂર્ણ છે કેમ કે ભારતમાં રિલાયન્સ પોતાના રિટેલ બિઝનેસને આગળ ધપાવવા જઈ રહી છે અને તેની સીધી હરિફાઈ લિપકાર્ટ અને એમેઝોન જેવી કંપનીઓ સાથે છે.