સીંગતેલના ડબ્બામાં ભાવ વધારાથી ખોરવાશે ગૃહિણીનું બજેટ

રાજ્યાં મગફળીની મબલક આવક છતાં તહેવાર ટાણે સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહૃાો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં સીંગતેલના ડબ્બામાં ૫૦ રૂપિયાનો તોંતિગ વધારો થયો છે. નોંધનીય છે કે નવા ભાવના કારણે સિંગતેલના ડબ્બાની કિંમત ૨ હજાર ૧૪૫થી ૨ હજાર ૧૮૫ થઈ છે. ત્યારે બીજી તરફ કપાસિયા તેલના ડબ્બાની કિંમત ૧ હજાર ૫૭૫થી ૧૬૦૦ રૂપિયા છે. ત્યારે સીંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરાવ્યું છે.