’સીઆઈડી’માં કામ કર્યા બાદ હવે દયાનંદ શેટ્ટી ’સાવધાન ઈન્ડિયા’ને હોસ્ટ કરશે

પોપ્યુલર ક્રાઈમ બેઝ્ડ શો ’સીઆઈડી’ (ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ)માં ઈન્સ્પેક્ટર દયાનું પાત્ર ભજવનાર દયાનંદ શેટ્ટી ટૂંક સમયમાં હોસ્ટ તરીકે જોવા મળશે. દયાનંદ ’સવાધન ઈન્ડિયા’ શોને હોસ્ટ કરશે. આ શોને પહેલાં સુશાંત સિંહ હોસ્ટ કરતો હતો. દયાનંદે ટીવી પર કમબેક કરવાની વાત કહી હતી. તેણે ’સીઆઈડી’ સાથે જોડાયેલી યાદનો પણ ઉલ્લેખ કર્યો હતો. દયાનંદે કહૃાું હતું, ’૨૧ વર્ષ સુધી ’સીઆઈડી’ જેવા ક્રાઈમ શોમાં ભાગ લીધા બાદ જ્યારે મને ’સાવધાન ઈન્ડિયા’ના હોસ્ટની ઓફર આવી તો ઘણું જ સારું લાગ્યું હતું. ’સીઆઈડી’માં હું એક પોલીસ ઈન્સ્પેક્ટરનો રોલ પ્લે કરતો હતો. જોકે, હોસ્ટ તરીકે મારે આખી સિક્વન્સ યાદ કરીને નેરેશન આપવાનું રહેશે. મારા માટે દયાના રોલ કરતાં હોસ્ટ બનવું વધારે પડકારજનક છે.

વધુમાં તેણે કહૃાું હતું, ’મને ક્રાઈમ બેઝ્ડ શો ઘણાં જ ગમે છે. મેં ’સાવધાન ઈન્ડિયા’ના શરૂઆતના એપિસોડ જોયા હતાં અને મને સુશાંત સિંહનું કામ ઘણું જ ગમ્યું હતું. જોકે, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું હોસ્ટ બનીને આ શોમાં જોવા મળીશ. દર્શકો મારી તુલના સુશાંત સાથે જરૂર કરશે. જોકે, મને આની કોઈ ચિંતા નથી. એક્ટર હોવાને કારણે હું મારું ૧૦૦% આપીશ. મેં સાત એપિસોડ શૂટ કર્યા છે અને મને બહુ મજા આવી હતી. ’સીઆઈડી’ સાથે જોડાયેલી યાદો અંગે દયાનંદે કહૃાું હતું, ’૨૧ વર્ષ બહુ લાંબો સમય હોય છે. શો સાથે જોડાયેલ દરેક વ્યક્તિ પરિવારના સભ્ય જેવી છે. સેટ પર પસાર કરેલી ક્ષણોને મિસ કરું છું.

આજે પણ કો-સ્ટાર્સ, ટેક્નિશિયનથી લઈ સ્પોટબોય સુધી, દરેકના સંપર્કમાં છું. ૨૦૧૮માં ’સીઆઈડી’ ઓફ એર થઈ ગયો હતો. શો બંધ થયા બાદ કમબેકની ચર્ચા થતી હતી. આ અંગે દયાનંદે કહૃાું હતું, ’હા, શો જ્યારથી બંધ થયો ત્યારથી હું પણ કમબેકની વાતો સાંભળું છું. એક્ટર તરીકે અમને કોઈ માહિતી નથી. શોને પરત લાવવો એક લાંબી પ્રોસેસ છે. પરમિશનથી લઈ પ્રોડક્શન સુધી. હવે આ બધું ક્યારે થશે તે ખ્યાલ નથી. જો શો ફરી વાર ચાલુ થાય તો અમને ઘણો જ આનંદ થશે.