સીએમ વિજય રુપાણીએ કરાવ્યો કોરોનાનો ટેસ્ટ, લોકોને પણ આપી અપીલ

રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહૃાો છે, ત્યારે આજે સીએમ વિજય રુપાણીએ પણ પોતાનો ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રુપાણીએ પોતે ટેસ્ટ કરાવીને રાજ્યની પ્રજાને પણ ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી હતી. પોતાનો વિડીયો પોસ્ટ કરી સીએમે કહૃાું હતું કે ટેસ્ટથી જરાય ગભરાવવાની જરુર નથી.
સીએમે પોતાના વિડીયો મેસેજમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં રોજના ૭૦ હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવે છે, જેમાંથી રોજના માંડ ૧૩૦૦ લોકો પોઝિટિવ નીકળે છે. જેથી ટેસ્ટથી ડરવાની જરુર નથી. સીએમે ટેસ્ટ ઈઝ બેસ્ટ એમ પણ કહૃાું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસોની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. સામે પક્ષે વાયરસને ડામવા માટે સરકાર દ્વારા ખૂબ જ મોટાપાયે ટેસ્ટિંગ પણ શરુ કરાયું છે.