સીએસકેએ રૈના અને હરભજનની આઈપીએલમાંથી હટવાને લઈને તોડ્યું મૌન

કોરોના વાયરસના કહેરની વચ્ચે આઈપીએલની ૧૩મી સીઝનની શરૂઆત યૂએઈમાં ૧૯ સપ્ટેમ્બરથી થવા જઈ રહી છે. પરંતુ આઇપીએલની સૌથી સફળ ટીમમાંથી એક ચેન્નઈ સુપરકિંગ્સના બે દિગ્ગજ ખેલાડીઓ હરભજનસિંહ અને સુરેશ રૈનાએ ૧૩મી સીઝનમાં રમવાની ના પાડી દીધી છે. પરંતુ સીએસકેને પોતાના કેપ્ટન ધોની પર પૂરો ભરોસો છે. ટીમને આશા વ્યક્ત કરી છે કે ધોની બધું સંભાળી લેશે. સુરેશ રૈના અને હરભજનસિંહએ વિતેલા સપ્તાહે ૧૩મી સીઝનમાંથી ખુદને અલગ કરી લીધા હતા. સીએસકેએ પ્રથમ વખત આ મામલે મૌન તોડ્યું છે. સીએસકે તરફથી આપવામાં આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,
ઓલ ઈઝ બેલ, ધોની સબ સંભાલ લેગા. સુરેશ રૈના અને તેનો પરિવાર સીએસકેની સાથે દૃુબઈ પહોંચી ગયો હતો. પરંતુ ટીમમાં કોરોનાના ૧૩ કેસ આવ્યા બાદ રૈનાએ આ સીઝનમાં ન રમવાનો નિર્ણય કર્યો અને ભારત પર ફર્યો હતો. રેનાનું કહેવું છે કે તે પોતાના પરિવારની સાથે કોઈપણ પ્રકારનું જોખમ લેવા નથી માગતો. જોકે રૈના અને ટીમ મેનેજમેન્ટની વચ્ચે વિવાદના અહેવાલ પણ સામે આવ્યા હતા. પરંતુ બાદમાં સીએસકેના માલિક શ્રીનિવાસને કહૃાું કે, બન્ને વચ્ચે સમજવામાં ભૂલ થઈ હતી અને તેઓ પૂરી રીતે રૈના સાથે ઉભા છે.
જ્યારે હરભજનસિંહ ટીમ સાથે દૃુબઈ પહોંચ્યા ન હતા. હરભજનસિંહ થોડા સમય બાદ ટીમ સાથે જોડાવવાની શક્યતા હતી. પરંતુ સ્ટાર ખેલાડીએ વ્યક્તિગત કારણઓસર આ સીઝનમાં ન રમવાનો નિર્ણય કર્યો હતો. જોકે સીએસકેએ હજુ સુધી આ ખેલાડીઓના રિપ્લેસમેન્ટની કોઈ જાહેરાત કરી નથી. રૈના તો ટીમની સાથે ફરી જોડવાના સંકેત આપી ચૂક્યા છે. પરંતુ સીએસકેએ તેના વગર પણ પોતાના કેપ્ટન પર પૂરો ભરોસો વ્યક્ત કર્યો છે.