સીએસકેની જીત પર બોલ્યો ધોની- આ મેચમાં ટીમની તમામ યોજનાઓ સફળ રહી

ચેન્નાઈ સુપરકિંગ્સએ કોલકાતા નાઈટ રાઈડર્સની સામે રમાયેલ રોમાંચક મેચમાં છેલ્લા બોલ પર ૬ વિકેટે જીત હાંસલ કરી હતી. મેચ બાદ સીએસકેનાં કેપ્ટનના મહેન્દ્રસિંહ ધોનીએ કહૃાું કે, આ મેચમાં તેની ટીમની તમામ યોજનાઓ સફળ રહી હતી. તમને જણાવી દઈએ કે, પ્લે ઓફની રેસમાં પહેલેથી જ બહાર થઈ ગયેલી સીએસકે સતત બીજી મેચ જીત્યું છે. કેકેઆરના ટોપ બેટ્સમેન નીતિશ રાણાએ ૬૧ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૪ સિક્સની મદદથી ૮૭ રનોની ઈનિંગથી પાંચ વિકેટ પર ૧૭૨ રન બનાવ્યા હતા. પોઈન્ટ ટેબલમાં છેલ્લા ક્રમે રહેલી અને પ્લે ઓફની રેસમાં બહાર થઈ ચૂકેલી સીએસકેની ટીમે તેના જવાબમાં ઋતુરાજે ૫૩ બોલમાં ૬ ચોગ્ગા અને ૨ સિક્સની મદદથી ૭૨ રનની ઈનિંગ રમી હતી.

અંબાતિ રાયડૂ (૩૮ રન)ની સાછે બીજી વિકેટ માટે ૬૮ રનની પાર્ટનરશિપ બાજ જાડેજા ( ૧૧ બોલમાં અણનમ ૩૧, ૨ ચોગ્ગા, ૩ સિક્સ)ના તોફાનથી ૨૦ ઓવરોમાં ૪ વિકેટ પર ૧૭૮ રન બનાવીને જીત નોંધાવી હતી. ધોનીએ આ મેચ બાદ ગદગદ થતાં કહૃાું કે, મને લાગે છે કે આ મેચમાં તમામ યોજનાઓ અમારા પક્ષમાં રહી હતી. ખુશી છે કે ટોસનું રિઝલ્ટ અમારા પક્ષમાં રહૃાું. જાડેજાના વખાણ કરતાં ધોનીએ કહૃાું કે, જાડેજા આ સત્રમાં શાનદાર બેટિંગ કરી રહૃાો છે. તે અમારી ટીમમાં એકમાત્ર બેટ્સમેન છે, જે અંતિમ ઓવરોમાં રન બનાવવાની જવાબદારી ઉઠાવી રહૃાો છે. મને લાગે છે કે, સમગ્ર સત્ર દરમિયાન અમને એક એવાં ખેલાડીની જરૂર છે કે જે તેનો સાથ આપે.

ધોનીએ સતત બીજો મેન ઓફ ધી મેચનો એવોર્ડ જીતનાર ઋતુરાજના પણ ભરપેટ વખાણ કર્યા હતા. ધોનીએ કહૃાું કે, ઋતુરાજને અમે નેટ્સ પર બેટિંગ કરતાં જોયો હતો, પણ તે બાદ કોરોના પોઝિટિવ આવ્યો અને ૨૦ દિવસ માટે બહાર થઈ ગયો હતો. આ દુર્ભાગ્યપુર્ણ રહૃાું, પણ તે આ સિઝનને યાદ રાખશે. તે સૌથી પ્રભાવશાળી ખેલાડીઓમાંથી એક છે, જો કે તે ખુબ જ ઓછું બોલે છે. જેને કારણે ટીમ મેનેજમેન્ટને ક્યારેક ખેલાડીને પરખવામાં મુશ્કેલી પડે છે. જ્યારે તેણે બેટિંગ શરૂ કરી ત્યારે તમે જોયું કે તે બોલને તે રીતે જ હિટ કરી રહૃાો હતો જેવું ઈચ્છતો હતો અને જે યોજના બનાવી હતી.