સીતાહરણને યોગ્ય ગણાવનાર સૈફ વિરુદ્ધ યૂપીમાં કેસ: ૨૩ ડિસેમ્બરે સુનાવણી

ઓમ રાઉતના નિર્દૃેશનમાં બની રહેલી ફિલ્મ આદિપુરુષ હાલ ઘણી ચર્ચામાં છે. યુપીના જૌનપુર જિલ્લાના એક વકીલે ફિલ્મના અભિનેતા સૈફ અલી ખાન અને નિર્દૃેશક ઓમ રાઉત સામે પ્રભારી સીએમ પંચમની કોર્ટમાં દાવો માંડ્યો છે. જેમાં સૈફના વિવાદિત નિવેદનને આધાર બનાવવામાં આવ્યો છે. કોર્ટના અધિવક્તા હિમાંશુ શ્રીવાસ્તવ દ્વારા માંડવામાં આવેલા દાવામાં ધાર્મિક ભાવનાને દુભાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અંગેની સુનાવણી ૨૩ ડિસેમ્બરના રોજ થશે.
હિમાંશુ શ્રીવાસ્તવે એડવોકેટ ઉપેન્દ્ર વિક્રમ સિંહ દ્વારા એક અરજી દાખલ કરી છે, જેમા કલમ ૧૫૬ (૩) પર કેસ નોંધાયો છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ૬ ડિસેમ્બરના રોજ સૈફે એક ઇન્ટવ્યૂમાં કહૃાું હતુ કે, સૈફ અલી ખાને આ ઇન્ટરવ્યુમાં કહૃાું છે કે, મહા બજેટવાળી ‘આદિપુરુષ ફિલ્મમાં લંકેશ રાવણનું પાત્ર ભજવવું તેનાં માટે દિલચસ્પ રહેશે. ફિલ્મમાં રાવણને દુષ્ટ નહીં, પરંતુ માનવીય અને મનોરંજક દેખાડવામાં આવશે. તેને અમે દયાળુ દેખાડીશું. એમાં સીતાનાં હરણને પણ ન્યાય આપવામાં આવશે.લક્ષ્મણે શૂર્પખાનું નાક કાપ્યું હતુ જેના બદલે રાવણે સીતાનું હરણ કર્યું હતું.
તેમણે કહૃાું કે, સૈફ અલીનો આ ઇન્ટરવ્યૂ સનાતન ધર્મની આસ્થાને નુકસાન કરે છે. સનાતન ધર્મ અંગે ખોટો પ્રચાર કરવામાં આવી રહૃાો છે. જેનાથી તેમની ધાર્મિક ભાવના દુભાય છે. જેથી તેમણે આરોપીઓ સામે કેસ નોંધવાની માંગ કરી છે.