સીબીઆઇનાં અધિક નિર્દેશક શ્રી પ્રવીણ સિંહાએ સીબીઆઇનાં નિર્દેશક તરીકે કાર્યભાર સંભાળ્યો

અમરેલી,
સીબીઆઇનાં અધિક નિર્દેશક શ્રી પ્રવિણ સિંહાએ ભારત સરકારનાં કાર્મિક, જાહેર ફરિયાદો અને પન્શન મંત્રાલયનાં કાર્મિક અને તાલીમ વિભાગ (ડીઓપીટી) દ્વારા તા.03-02-2021નાં રોજ બહાર પાડવામાં આવેલા ઓર્ડર નંબર 202/15/2020-એવીડી-ાા (પીટી.)ને અનુસરીને સીબીઆઇનાં નિર્દેશક તરીકે કાર્યભાર સંભાળ્યો છે. શ્રી પ્રવિણ સિંહા, આઇપીએસ (ગુજરાત 1988)એ 2000-2021 દરમિયાન તેમના બે નિયુક્તિ કાર્યકાળ દરમિયાન સીબીઆઇમાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, ડીઆઇજી, સંયુક્ત નિર્દેશક અને અધિક નિર્દેશક તરીકે સેવા આપી છે. તેમણે 2015-2018 દરમિયાન સીવીસીનાં અધિક સચિવ તરીકે પણ સેવા આપી છે. શ્રી સિંહાએ રાજ્યમાં વિવિધ હોદ્દાઓ પર અલગ અલગ સ્થળોએ સેવા આપી છે જેમાં એએસપ થી અધિક ડીજી તરીકે પણ સેવા આપી છે. તેમણે 1996માં અમદાવાદ એસીબીનાં નાયબ નિર્દેશક તરીકે પણ સેવા આપી છે. શ્રી પ્રવિણ સિંહા સર્વોચ્ચ અદાલત/ઉચ્ચ અદાલતો દ્વારા સોંપવામાં આવેલી તેમની દેખરેખ હેઠળ વિવિધ કૌભાંડોની તપાસો, મોટા બેંક કૌભાંડો અને નાણાંકીય ઉચાપતનાં ગુનાઓની તપાસો, શ્રેણીબધ્ધ બોમ્બ વિસ્ફોટોની તપાસ વગેરે સાથે પણ જોડાયેલા છે. સીએટી અને એઆઇપીએમટી સહિતનાં મહત્વની પરિક્ષાનાં પેપરો લિક થવાનાં કિસ્સાઓ ઉઘાડા પાડવામાં પણ તેમણે મહત્વની ભુમિકા નિભાવી છે. શ્રી પ્રવિણ સિંહા સર્વોચ્ચ અખંડિતતા સંસ્થાઓ-કેન્દ્રીય વિજિલન્સ કમિશનનું વિજિલન્સ મેન્યુઅલ 2017 અને સીબીઆઇ (ક્રાઇમ) મેન્યુઅલ, 2020-બંનેનાં મેન્યુઅલનો મુસદ્દો તૈયાર કરવાની વિશેષ કામગીરી પણ નિભાવી ચુક્યા છે. તેઓ ઘણી બધી નવીનતા પુર્ણ અને સુધારાત્મક પહેલોમાં પણ સામેલ છે. શ્રી સિંહા સીવીસી દ્વારા રચવામાં આવેલી ઘણી સુધારાત્મક સમિતિઓનાં સભ્ય પણ છે. તેઓ ગૃહ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી ગુનાહિત કાયદામાં સુધારા સમિતિનાં સભ્ય પણ છે. શ્રી પ્રવિણ સિંહાને 2013માં પ્રજાસતાક દિવસનાં રોજ તેમની વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિનાં પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં અને 2004માં પ્રજાસતાક દિવસનાં રોજ તેમની પ્રશંસનીય સેવા બદલ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.