સીબીઆઈ તપાસમાં ૨ પૂર્વ ડ્રાઈવરનો ખુલાસો, કહૃાું- સુશાંતિંસહે ક્યારેય ડ્રગ લીધું નથી

સુશાંતિંસહ રાજપૂત કેસમાં ડ્રગ એંગલ ઉપર નારકોટિક્સ કંટ્રલ બ્યૂરોની તપાસ શરૂ છે. સીબીઆઈ પણ અભિનેતાની મોતનુ ઘુંટાતા રહસ્યનો નિવેડો લાવવાના પ્રયત્નો કરી રહૃાું છે. સીબીઆઈ દ્વારા સુશાંતના પૂર્વ ડ્રાઈવર રહી ચૂકેલા ધીરેન્દ્ર યાદવ અને અનિલની આ મામલામાં પૂછપરછ કરવામાં આવી રહી છે. બંનેએ અભિનેતા ડ્રગ ન લેતો હોવાનો દાવો કર્યો છે. બંનેએ પોતાના નિવેદનમાં કહૃાું કે તેણે ક્યારેય સુશાંતને ડ્રગ લેતા નથી જોયો. ધીરેન્દ્ર યાદવ સુશાંતને ત્યાં ૬ મહીના સુધી કામ કરી ચૂક્યો છે. તે અભિનેતાનો ડ્રાઈવર રહી ચૂક્યો છે. ધીરેન્દ્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેણે ક્યારેય પણ અભિનેતાને ડ્રગ અથવા તો કોઈ દવા લેતા નથી જોયો. ધીરેન્દ્રએ જણાવ્યું હતું કે ઓક્ટોબર ૨૦૧૮થી લઈને એપ્રિલ ૨૦૧૯ સુધી ફિલ્મ કેદારનાથા સમયે તેણે સુશાંતને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરી હતી. ડ્રાઈવ અને છિછોરે ફિલ્મની શૂિંટગ દરમિયાન પણ તે અભિનેતાને ત્ચાં કામ કરી રહૃાો હતો.
ધીરેન્દ્ર સુશાંતનો કાર્યક્રમ વિશે પણ જણાવ્યું હતું. ધીરેન્દ્રએ કહૃાું કે તેને એક દિવસ પહેલા જ પિકઅપ વિશે જણાવી દૃેવામાં આવતું હતું અને તેના પછી તે અભિનેતાને જીમ, સ્વિંમીગ ટેનિલ માટે વોટરસ્ટોન અને ફિલ્મ પ્રમોશનમાં લઈને જતો હતો. ધીરેન્દ્રએ એ પણ જણાવ્યું હતું કે સુશાંત કારમાં સોન્ગ સાંભળવાનું પસંદ કરતો હતો અને કામની જગ્યા પર પણ સારી રીતે વાત કરતો હતો. જેમ કે કેમ છો ? બધુ બરાબર છે ને ? ધીરેન્દ્રએ કહૃાું કે સુશાંતના મેનેજર બધુ ઈંસ્ટ્રંક્શન આપતા હતી સુશાંત નહી. અભિનેતાના મરિઝુઆના અથવા તો અન્ય કોઈપમ પ્રકારના ડ્રગ લેવાની વાત ઉપર ધીરેન્દ્રએ સાફ મનાઈ કરી દીધી હતી.
અભિનેતાના પૂર્વ ડ્રાઈવરે એમ પણ જણાવ્યું હતું કે ક્યારેક ક્યારેક તે ઉપર સુશાંતના ઘરે રિપોર્ટ કરવા અથવા તો લંચ અને ડિનર માટે જતો હતો. ત્યારે પણ તેણે સુશાંતને ડ્રગ લેતા કે ડિપ્રેશનમાં ક્યારેય નથી જોયો. ધીરેન્દ્ર એ કહૃાું કે સુશાંતના કોઈ ખાસ મિત્ર નહોતા. જ્યારે તે ત્યાં કામ કરતો હતો ત્યારે સુશાંતની સાથે તેમના મેનેજર કુશાલ જાવેરી અને મિત્ર સિદ્ધાર્થ ગુપ્તા તેમની સાથે હતા. ધીરેન્દ્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સુશાંત ક્યારેય ડ્રગ લેતો નહોતો.