સીરિયલ સી.આઈ.ડી ફેમ એક્ટ્રેસ વૈષ્ણવી ધનરાજના પિતાનું થયું નિધન

સીરિયલ સી.આઈ.ડી ફેમ એક્ટ્રેસ વૈષ્ણવી ધનરાજના પિતાનું ૬૩ વર્ષની ઉંમરે નિધન થયું છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ફેન્સ અને ફોલોઅર્સને આ દુ:ખદ સમાચાર આપ્યા છે. વૈષ્ણવીએ પોતાના પિતા સાથે એક તસવીર શેર કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે. સાથે જ જણાવ્યું છે કે, તેના પિતા તેનો આધારસ્તંભ અને પ્રેરણા હતા. વૈષ્ણવી ધનરાજે લાંબી નોટની શરૂઆત એ જણાવીને કરી કે તેના પિતાના સપના મોટાં હતા અને તેમણે જીવનમાં શિક્ષણને સૌથી વધારે મહત્વ આપ્યું હતું. વૈષ્ણવીએ તસવીર શેર કરતાં લખ્યું, “મોટા સપના ધરાવતો ગામડાનો છોકરો. દૂધાળા પશુઓનું દૂધ દોહવાથી માંડીને એક એમએનસીના વાઈસ પ્રેસિડેન્ટ બનવા સુધીની સફર ખેડી. તેમની પાસે ૮ ડિગ્રી હતી અને ૬૩ વર્ષની ઉંમરે નવમી મેળવવા જઈ રહૃાા હતા.

તેઓ શિક્ષણનું મહત્વ સમજતા હતા. ૧૪ વર્ષની ઉંમરે તેઓ ગામડું છોડીને નીકળી ગયા અને રૂપિયા કમાવવા લાગ્યા, જેથી તેઓ ભણવા માટે પુસ્તકો ખરીદી શકે. જ્યારે બધા જ સૂઈ જતાં ત્યારે તેઓ સ્ટ્રીટ લાઈટના અજવાળા નીચે બેસીને વાંચતા હતા. મહેનતુ અને બુદ્ધિશાળી દિવ્યદ્રષ્ટા…તેઓ ક્યારેય હાર નહોતા માનતા. જન્મજાત સિંગર, બે વાજિંત્રો વગાડતાં આવડતા હતા. લેખક અને નિયમિત વાચક અને કુશળ વક્તા. યોગી. લડવૈયા. એવા વ્યક્તિ જેને હું મારા પિતા કહેતી કહું છું, મારા હીરો, મારા આધારસ્તંભ, મારી પ્રેરણા. તમે અહીં જ છો. આઈ લવ યુ અને હંમેશા પ્રેમ કરીશે. રીપ.”

વૈષ્ણવીએ ખુલાસો નથી કર્યો કે ક્યારે અને કેવી રીતે તેના પિતાનું અવસાન થયું છે. જો કે, ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના વૈષ્ણવીના મિત્રો અને ફેન્સ તેની હિંમત વધારી રહૃાા છે અને સાંત્વના પાઠવી રહૃાા છે. નમિતા દુબે, જેનિફર વિંગેટ, જસવીર કૌર, શિવાજી સાટમ, પરિનીતા બોરઠાકુર સહિતના સેલિબ્રિટીઝ અને ફેન્સે વૈષ્ણવીની પોસ્ટ પર કોમેન્ટ કરીને સાંત્વના આપી છે.