સીરિયામાં અમેરિકા-રશિયાના સૈનિકો વચ્ચે ઘર્ષણ: ૪ સૈનિકો ઘાયલ

સીરિયામાં અમેરિકા અને રશિયાની સેના વચ્ચે હિંસક ઘર્ષણ થયું. યુદ્ધગ્રસ્ત પૂર્વી સીરિયામાં અમેરિકી અને રશિયાની સેના વચ્ચે જોરદૃાર ઘર્ષણ થયું. જેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં રશિયાના સૈનિકો તેજીથી પોતાની આર્મ્ડ વ્હીકલમાં આગળ વધે છે અને અમેરિકી સૈનિકોને ટક્કર મારે છે.
આ હિંસક ઘર્ષણમાં અમેરિકાના ૪ સૈનિકો ઇજાગ્રસ્ત થયા છે. વીડિયોમાં જોવા મળે છે કે રશિયાએ પોતાના હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કર્યો હતો.રશિયા અને અમેરિકાના સૈન્ય વચ્ચેના આ ઘર્ષણને પગલે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડનું નિવેદન બહાર આવ્યું છે.
તેમના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ઘટના ૨૫ ઓગસ્ટના રોજ સવારે ૧૦ વાગે બની હતી. તેમણે કહૃાુ કે ઉત્તરપૂર્વી સીરિયામાં તેમના સૈનિકોનો સામનો થયો હતો.
એક રુસ આર્મડ વ્હીકલે અમેરિકન આર્મડ વ્હીકલને ટક્કર આપી હતી. જેમાં કેટલાક સૈનિકો ઘાયલ થાય હતા. તણાવ ઓછો કરવા અમે આ વિસ્તારથી હટી ગયા છીએ.