સુપરસ્ટાર ચિરંજીવીની ભત્રીજીએ કરી લીધી સગાઈ, આવતા વર્ષે કરશે લગ્ન

સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લગ્નોનો ટ્રેન્ડ ચાલી રહૃાો છે. તાજેતરમાં જ અભિનેતા રાણા દગ્ગુબતીએ તેની ગર્લફ્રેન્ડ મિહિકા બજાજ સાથે લગ્ન કર્યાં હતાં. તો હવે આ લાઈનમાં અભિનેત્રી નિહારિકા કોનિડેલાનું નામ પણ જોડાવા જઈ રહૃાું છે. નિહારિકાએ તેના બોયફ્રેન્ડ ચૈતન્ય જોનાલગડ્ડા સાથે સગાઈ કરી છે. નિહારિકા આવતા વર્ષે લગ્ન કરી શકે છે. ગુરુવારે હૈદરાબાદની એક હોટલમાં આવી જ રીતે નિહારિકાની સગાઈની વિધિ કરવામાં આવી હતી. કોવિડ -૧૯ ને ધ્યાનમાં રાખીને એક નાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પરિવારના સભ્યો જ શામેલ થયા હતા. નિહારિકા તેલુગુ ફિલ્મોમાં અભિનેત્રી છે. તે અભિનેતા નાગા બાબુની પુત્રી અને સુપરસ્ટાર ચિરંજીવીની ભત્રીજી છે. દક્ષિણ ભારતીય ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા અલ્લુ અર્જુન નિહારિકાના પિતરાઇ ભાઇ લાગે છે. અલ્લુ તેની પત્ની સ્નેહા રેડ્ડી સાથે પહોંચ્યો હતો.