સુપ્રસિધ્ધ ભુરખિયા હનુમાનજી મંદિર ખુલ્લુ મુકાયું

  • લાંબા વિરામ બાદ મંદિરના કપાટ તા.16 થી ખુલ્યા

દામનગર,
સરકાર શ્રી ની ચૂસના અને માર્ગદર્શન થી લોકડાઉન ના લાંબા સમય સુધી બંધ પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર તા16/8/20 થી દર્શનાર્થીઓ માટે ખુલતા ભાવિકો આનંદિત સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિર પૂજારી પરિવાર અને ટ્રસ્ટી મંડળ ની આદર્શ આચારસંહિતા થી સોશ્યલ ડિસ્ટન્ટ ફરજીયાત માસ્ક અને સેનિટાઇઝ ના ઉપયોગ સાથે દર્શનાર્થીઓ મંદિર સંકુલ માં દર્શાવ્યા ના સર્કલ માં ક્રમશ અવરીત દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરાય છે .ભુરખિયા હનુમાનજી મંદિર માં ચાલતા નિ:શુલ્ક ભોજન પ્રસાદ અન્નક્ષેત્ર વ્યવસ્થા સંપૂર્ણ બંધ રહેશે માત્ર દર્શનાર્થીઓ ભાવિકો દર્શન નિયમો સાથે કરી શકાય છે પૂજારી પરિવાર દ્વારા સોશ્યલ ડિસ્ટન્ટ જાળવો ફરજીયાત માસ્ક પહેરી ને દર્શનાર્થીઓ પધારે તેવો અનુરોધ કરાયો છે.