કર્ણાટકમાં હિજાબ પરનો પ્રતિબંધ હાલ યથાવત રહેશે. કારણ કે સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારના ૫ ફેબ્રુઆરીના આદૃેશને પડકારતી અરજીઓ પર ખંડિત ચુકાદો આપ્યો. જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચે આ ચુકાદૃો આપ્યો હતો. જસ્ટિસ ગુપ્તાએ કર્ણાટક સરકારના પ્રતિબંધને માન્ય રાખ્યો હતો અને કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય સામેની અરજીઓને ફગાવી દીધી હતી, જ્યારે જસ્ટિસ ધુલિયાએ તમામ અપીલોને મંજૂરી આપી હતી અને કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને બાજુ પર રાખ્યો હતો. જસ્ટિસ હેમંત ગુપ્તાએ હિજાબ વિવાદ પર પોતાના નિર્ણયમાં ૧૧ પ્રશ્ર્નો ઉઠાવ્યા અને કહૃાું કે હું આ મામલે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખું છું. તેમણે કહૃાું કે શું આ મામલો બંધારણીય બેંચને મોકલવો જોઈએ? વિદ્યાર્થીઓ યુનિફોર્મ પહેરે કે હિજાબ પહેરે તે અંગે શૈક્ષણિક સંસ્થા કોઈ નિર્ણય લઈ શકે છે? શું હિજાબ પર પ્રતિબંધ મૂકવો એ કલમ ૨૫નું ઉલ્લંઘન છે? શું વિદ્યાર્થીઓને કલમ ૧૯, ૨૧, ૨૫ હેઠળ કપડાં પસંદ કરવાનો અધિકાર મળે છે? કલમ ૨૫ ની મર્યાદૃા શું છે?.. તેમણે વધુમાં કહૃાું કે શું સરકારના આદૃેશથી મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ રહૃાું છે? શું વિદ્યાર્થિનીઓની માંગ છે કે ધાર્મિક ઓળખની વસ્તુઓને મૂળભૂત અધિકાર તરીકે ગણી શકાય? વ્યક્તિગત સ્વતંત્રતા અને ગોપનીયતાના અધિકારની વ્યાખ્યા કેવી રીતે કરવી? શું સરકારના આદૃેશથી શિક્ષણનો ઉદ્દેશ્ય યોગ્ય સ્તરે પહોંચે છે? મારા મત મુજબ જવાબ એ છે કે આ પિટિશન ફગાવી દૃેવી જોઈએ. જસ્ટિસ ધુલિયાએ પસંદગીની બાબત કહી કઈક આ રીતની. જેમાં જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ કહૃાું કે મારા ચુકાદૃાનો મુખ્ય ભાર એ છે કે વિવાદ માટે જરૂરી ધાર્મિક પ્રથાની સંપૂર્ણ ખ્યાલ જરૂરી નથી અને હાઈકોર્ટે ખોટો રસ્તો અપનાવ્યો છે. તેણે કહૃાું, હિજાબ પહેરવું કે ન પહેરવું એ પસંદગીની બાબત છે, ન તો વધારે કે ન ઓછું. તેમણે કહૃાું કે મેં ૫ ફેબ્રુઆરીના સરકારી આદૃેશને રદ કર્યો છે અને પ્રતિબંધ હટાવવાનો આદૃેશ આપ્યો છે. જસ્ટિસ ધુલિયાએ કહૃાું કે તેમના મનમાં શું હતું કે શું આપણે શિક્ષણના મામલામાં આવા નિયંત્રણો લાદીને વિદ્યાર્થીનીનું જીવન સારું બનાવી રહૃાા છીએ. તેમણે કહૃાું કે કુરાનનું અર્થઘટન કરવાની જરૂર નથી. છોકરીઓની પસંદગીનું સન્માન કરવું જોઈએ. છોકરીઓ શિક્ષણ મેળવી શકે છે, તે મહત્વનું નથી કે તેણે કયો ડ્રેસ પહેરવો જોઈએ. તેમણે વધુમાં કહૃાું કે ઘણા વિસ્તારોમાં છોકરીઓ શાળાએ જતા પહેલા ઘરના કામ પણ કરે છે. જો આપણે તેના પર પ્રતિબંધ લગાવીશું તો છોકરીઓનું જીવન વધુ મુશ્કેલ બનશે. શું હિજાબ પ્રતિબંધ પર આગળ શું હજુ થશે એ જાણી શકીએ? આપને જણાવી દઈએ કે હિજાબ પ્રતિબંધ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કર્ણાટકમાં હિજાબ પર કર્ણાટક હાઈકોર્ટનો નિર્ણય અમલમાં રહેશે અને રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં લાદવામાં આવેલ હિજાબ પ્રતિબંધ આગામી આદૃેશ સુધી ચાલુ રહેશે. હવે ભારતના મુખ્ય ન્યાયાધીશ ેેંં લલિત (ઝ્રત્નૈં ેેંં લલિત) હિજાબ પ્રતિબંધ પર મોટી બેંચની રચના કરશે અને મોટી બેંચ હિજાબ પર વધુ સુનાવણી કરી શકશે. અને શું છે સમગ્ર મામલો અને કેવી રીતે થઈ હતી શરૂઆત? જેમાં સમગ્ર ઘટના જોવા જઈએ તો કર્ણાટકમાં હિજાબનો દોર આ વર્ષે જાન્યુઆરીમાં ઉડુપીની એક સરકારી કોલેજમાં શરૂ થયો હતો, જ્યાં મુસ્લિમ છોકરીઓને હિજાબ પહેરવાથી રોકવામાં આવી હતી. મેનેજમેન્ટે તેને યુનિફોર્મ કોડની વિરુદ્ધ ગણાવ્યું હતું. આ પછી આ વિવાદ કર્ણાટકના અન્ય શહેરોમાં પણ ફેલાઈ ગયો. આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને કર્ણાટક હાઈકોર્ટે વિદ્યાર્થીનીઓ વતી ક્લાસમાં હિજાબ પહેરવાની માંગ કરતી અરજીને ફગાવી દૃીધી હતી. ૧૫ માર્ચે આપેલા ચુકાદામાં હાઈકોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે હિજાબ પહેરવું એ ઈસ્લામની આવશ્યક પ્રથાનો ભાગ નથી. તેથી શાળા-કોલેજમાં યુનિફોર્મનું પાલન કરવાનો રાજ્યનો આદૃેશ યોગ્ય છે. તે નિર્ણય પછી પણ વિવાદ અટક્યો નહીં અને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો.