સુપ્રીમ કોર્ટે મોરબી દૃુર્ઘટનાને લઈ મૃતકોના પરિવારને મળેલા વળતરેની ચિંતા વ્યક્ત કરી

મોરબીના ઝુલતા પુલની દૃુર્ઘટનાને લઈને દાખલ કરાયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે અરજીકર્તાના વકીલ ગોપાલ શંકર નારાયણ અને એસજી તુષાર મહેતાની દલીલો સાંભળી હતી. સુપ્રીમ કોર્ટે કહૃાું કે, અરજીકર્તા આ મામલે કોઈ પણ સ્ટેજ પર સુપ્રીમ કોર્ટમા અરજી કરી શકે છે. મોરબી પુલ દૃુર્ઘટના પર સુપ્રીમ કોર્ટે કહૃાું કે, સતત નજર રાખીને એ ધ્યાન રાખવામાં આવે કે આવી ઘટનાઓ ન બને, હાઈકોર્ટ આ મામલે દલીલો ચાલુ રાખે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહૃાું કે, હાઈકોર્ટ સ્વતંત્ર તપાસ, કાર્યવાહીમાં તેજી અને યોગ્ય વળતરના મામલે ધ્યાન રાખે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને આગ્રહ કર્યો કે, તે નિયમિત અંતરાલ પર સુનવણી કરતુ રહે. જેથી તમામ એન્ગલની બાબતોને સુનવણીમાં સમાવી શકાય. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને કહૃાું કે, જો તેઓને આગળ જઈને સુપ્રીમ કોર્ટના દખલની જરૂર લાગે તો તેઓ સર્વોચ્ચ ન્યાયાલય પાસે આવી શકે છે. તો બીજી તરફ, હાઈકોર્ટે એ મુદ્દા પર ધ્યાન રાખે, જે અરજી કરનારાઓ તરફથી ઉઠાવવામાં આવ્યા છે. તેના પર નિર્દૃેશ જાહેર કરે. સાથે જ મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટી પડવાનો મામલે સુપ્રીમ કોર્ટે અરજી કરનાર પીડિત પરિવારને સૂચન કર્યું કે, તમે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી શકો છો. ગુજરાત હાઈકોર્ટ આ મામલે સુનાવણી કરી રહી છે. તો સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને ૫ પાસાં પર વિચાર કરવા નિર્દૃેશ કર્યો છે. જેમાં તપાસ માટે સ્વતંત્ર આયોગની રચના થાય, નગરપાલિકાના અધિકારીઓની જવાબદૃારી નક્કી થાય, બ્રિજના દૃેખરેખની જવાબદાર કંપનીના અધિકારીઓની જવાબદારી નક્કી થાય, બ્રિજના દૃેખરેખની જવાબદૃાર કંપનીના અધિકારીઓની ધરપકડ કરવામાં આવે અને પીડિત પરિવારને યોગ્ય વળતર મળે… સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને આગ્રહ કર્યો છે કે તે નિયમિત સમયે સુનાવણી કરે. જેથી આ તમામ બાબતો પર સુનાવણી કરીને તેનો નિકાલ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે અરજી કરનારને કહૃાું કે જો તેમ છતાં પણ તેમને સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરીની જરૂર લાગે તો તે ફરી સુપ્રીમ કોર્ટમાં આવી શકે છે. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહૃાું કે, આ મામલે સરકારનો પક્ષ પણ સાંભળવામા આવે. તો સીજેઆઈએ કહૃાું કે, આ મામલો હાઈકોર્ટમાં ચાલી રહૃાો છે. વકીલ ગોપાલ શંકર નારાયણે કહૃાું કે, ગુજરાત હાઈકોર્ટ આ મામલો જોઈ રહી છે. રાજ્ય, રાજ્ય માનવાધિકાર આયોગ વગેરેને પક્ષકાર બનાવાયા છે. વકીલે કહૃાુંકે, લોકોની મોતના મામલે સ્વતંત્ર તપાસ કરવામાં આવે. કારણ કે, સરકારી અધિકારીઓને બચાવવામા આવી રહૃાાં છે. મોરબી મામલા પર બે અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી છે. જેમાં એક વકીલ વિશાલ તિવારી અને બીજી બે મૃતકોના સંબંધીઓ દ્વારા દાખલ કરાઈ છે. જે પુલ પડવાની ઘટનાના મામલે સ્વતંત્ર તપાસ અને યોગ્ય વળતરને લઈને કરાઈ છે.