સુરતથી આવનાર લાખો લોકો માટે અમરેલી જિલ્લાનું તંત્ર સજજ

અમરેલી,સુરતથી આવનારા લાખાો લોકો માટે અમરેલી જિલ્લાનું તંત્ર સજ્જ બન્યું છે. સુરતથી રત્નલાકારોને એમ્બ્રોઇડરીના કારીગરો તથા મુળ અમરેલીના વતનીઓને પરત આવવાની મંજુરી મળતા આ સંખ્યા કુલ 2 લાખ સુધી પહોંચી જાય તેવી શક્યતા હોય સરકારી તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરી અને તેમને પ્રવેશ આપવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં સંભવત આજે રાત કે કાલે સવારથી લકઝરી બસોમાં અમરેલી જિલ્લાના વતનીઓને પરત લાવવાની શરૂઆત થશે અને તેમના વ્યવસ્થાપન માટે અમરેલી જિલ્લા કલેકટરશ્રી આયુષ કુમાર ઓકએ ગઇ કાલે જ એક આદેશ દ્વારા ગામડાઓમાં કમિટિની રચના કરી છે.
ગામડામાં મોકલાયેલા અને હોમ કવોરન્ટાઇન કરાયેલા લોકો ઉપર આ કમિટિ ધ્યાન રાખશે અને તેની જવાબદારી પણ આ કમિટિની રહેશે જ્યારે સુરત અમદાવાદના કન્ટેઇન્ટમેન્ટ વિસ્તારોમાંથી આવેલા લોકોને સરકારી ક્વોરન્ટાઇન સેન્ટરમાં દાખલ કરાશે હાલમાં અમરેલીના જિલ્લાના સરકારી કવોરન્ટાઇન સેન્ટરની ક્ષમતા 4 હજારની છે તેમાં રાખવામાં આવશે જ્યારે બિમારીના લક્ષણો વાળા દર્દીઓને સીધ્ધા સારવારમાં ખસેડાશે આના માટે ચાવંડ ચેકપોસ્ટ ઉપર એક એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.