સુરતના અઠવા ઝોન અને રાંદેર ઝોનમાં કોરોનાનો રાફડો ફાટ્યો

સુરતમાં હવે નવા વિસ્તારો કોરોના હોટ સ્પોટ તરીકે ઉભરી રહૃાા છે. આ વિસ્તારોમાં સુરતનો પોશ ગણાતો અઠવા ઝોન પણ આવી ગયો છે. આ ઉપરાંત રાંદરે ઝોનમાં પણ કૂદકે કે ભૂસકે કેસો વધી રહૃાા છે. છેલ્લા એક મહિનામાં સુરતના અઠવા ઝોનમાં ૬૯૮ અને રાંદેર ઝોનમાં ૮૬૨ કેસોનો વધારો થતાં આ બન્ને ઝોન કોરોનાના હોટસ્પોટ બની રહૃાા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રે આ બન્ને વિસ્તારના રહીશોને તકેદારી રાખવાની સાથે જ આરોગ્યની કામગારી સધન બનાવી દૃીધી છે.
સુરત શહેરમાં કોરોનાની એન્ટ્રી થયા બાદ લોકડાઉનમાં લિંબાયત ઝોનમાં કેસોનો ધરખમ વધારો થયો હતો. જો કે જેવુ અનલોક શરૂ થયું કે તરત જ લિંબાયત ઝોનના કેસોની સંખ્યા ઘટવાની સાથે જ નવા ઝોન કતારગામમાં કેસોની સંખ્યા વધવા માંડી છે. તેના કારણે આ ઝોન કોરોનાનું હોટસ્પોટ બન્યુ હતુ. આ બન્ને ઝોનમાં હાલમાં કોરોનાના કેસોની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થઇ રહૃાો છે. આ ઘટાડા સાથે જ નવા બે ઝોન હોટ સ્પોટ બનવા જઇ રહૃાા છે.
આ અંગે મ્યુનિસિપલ કમિશ્ર્નરે જણાવ્યુ હતુ કે હાલમાં નવા હોટસ્પોટ તરીકે રાંદેર અને અઠવા ઝોન બની રહૃાા છે. તેમણે માહિતી આપી કે, એક મહિના પહેલા અઠવા ઝોનમાં કોરોનાના કેસની સંખ્યા ૧૭૪ હતી . અને એક મહિનામાં ૬૯૮ કેસો વધીને ૮૭૨ કેસો થઇ ગયા છે. નમતલબ કે મહિનામાં જ પાંચ ગણ કેસો થઈ ગયા છે.