સુરતને ૩ નવા બ્રીજ અને સિવિલમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મળશે

 

  • ટર્મિનલ બિલ્ડિંગના એક્સપાન્સ બાદ ૧૮૦૦ પેસેન્જર કેપેસિટી થશે

સુરત,

નવી સિવિલમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું બિલ્ડીંગ તૈયાર થઈ ગયું છે. હાલ તેને કોરોનાના દર્દીઓ માટે જરૂર પડે તો ઉપયોગમાં લઇ શકાય તે માટે સ્ટેન્ડબાય રખાયું છે. અહીં હાર્ટ, કિડની અને ન્યુરોલોજીની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કાર્યરત કરાશે. ૨૦૨૧માં ત્રણેય સુપર સ્પેશિયાલિટી સારવાર શરૂ થઈ શકે તેવી શક્યતાઓ છે. સુરત એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ અને એપ્રેન એક્સપાન્સનની સાથે પીટીટી એટલે કે પેરેલલ ટેક્સી ટ્રેકનું કામ પૂર્ણ કરનારી છે. એટલું જ નહીં, ત્રણ નવા એરોબ્રિજ પણ મૂકાનારા છે.

ટર્મિનલ બિલ્ડિંગના એક્સપાન્સ બાદ તેની કેપેસિટી ૧૮૦૦ પેસેન્જરથી થઈ જશે. એપ્રેનના એક્સપાન્સ બાદ ૨૩ લાઇટો સરળતાથી પાર્ક કરી શકાશે. વેસુ આભવા મેઇન રોડ સાકાર થઇ રહેલા શહીદા સ્મારક ફેઝ-૧નું કામ ૨૦૨૧માં પૂર્ણ થશે. ફેઝ-૧માં એન્ટ્રન્સ પ્લાઝા, શૌર્ય દ્વાર, યુનિટી સ્કે્વર, પાર્કિંગ, એક્સીસ ઓફ ટાઇમ, બે ડીસ્પ્લે ગેલેરી, શહીદા સ્તંભ, ઓપન એક્ઝિબિશન એરિયા સહિતના વિવિધ કામો ચાલી રહૃાા છે, જે ૨૦૨૧ સુધીમાં પૂર્ણ થશે. આ સાથે ફેઝ-૨નું કામ શરૂ કરાશે. સુરત-મુંબઇ વેસ્ટર્ન રેલવે મેઇન લાઇન ઉપર સહારા દારવાજા રેલવે ગરનાળા અને સુરત બારડોલી રોડ પર રૂ.૧૩૩.૫૦ કરોડના ખર્ચે સાકાર થઇ રહેલા રેલવે ઓવરબ્રિજ સાથે રીંગરોડ બ્રિજની ઉપર સાકાર થઇ રહેલ કરણી માતા બ્રિજનું કામ નવા વર્ષના અંત સુધીમાં પૂર્ણ થાય એવી શક્યતા છે.

આ બ્રિજથી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે. કિલ્લામાં ફેઝ-૨નું કામ પૂર્ણ થઇ ગયું છે અને ટૂંક સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે લાઇટ એન્ડ શો માટેના ટેન્ડર પણ થોડા દિવસોમાં બહાર પાડવામાં આવશે. ફેઝ-૨માં ડ્રો બ્રીજ, કિલ્લેદાર હાઉસ, શહેરની છ જૂની હવેલીથી બનેલી સિટી હેરિટેજ ગેલેરી અને મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જે જનતા માટે ખુલ્લે મુકાશે.