નવલાં નોરતાંની રંગત જોવી હોય તો એ સુરત શહેરમાં જ જોવા મળે. ચારેતરફ સુરત શહેરમાં નવરાત્રિનો માહોલ અને ખેલૈયાઓનો ઉત્સવ અનેરો દૃેખાઈ રહૃાો છે. જેમ જેમ નવરાત્રિના દિવસો પસાર થઈ રહૃાા છે તેમ તેમ ખેલૈયાઓનો જોશ વધી રહૃાો છે. સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટરમાં ઐશ્ર્વર્યા મજમુદારે પોતાના સ્વરથી સુરતીઓને ઘેલા કરી દીધા છે. ઐશ્ર્વર્યાના તાલે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી રહૃાા છે. નવરાત્રિમાં સરસાણા ખાતેનું આયોજન ખૂબ અદભુત રીતે કરવામાં આવ્યું છે. ગુજરાતીઓની ઓળખ એવી ઐશ્ર્વર્યા મજમુદાર પોતાના સ્વરથી માહોલ જમાવી દૃીધો છે. પ્રાચીન – અર્વાચીન ગરબાઓ થકી માતાને આરાધના કરીને ખેલૈયાઓને રંગમાં લાવી દીધા છે. એક તરફ ઐશ્ર્વર્યા મજમુદારના ગરબા અને બીજી તરફ ખેલૈયાઓની ફરમાઈશોથી માહોલ નવરાત્રિમય બની ગયો છે. હજારોની સંખ્યામાં નવરાત્રિમાં સુરતીઓ એકસાથે ગ્રુપમાં ઊમટી રહૃાા છે. નવરાત્રિનો જબરજસ્ત માહોલ સુરત ખાતે જોવા મળી રહૃાો છે. પહેલા દિવસથી જ ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ ધૂમ મચાવતા જોવા મળી રહૃાા છે. સુરતીલાલા અને ઐશ્ર્વર્યા મજમુદાર સાથેની આ નવરાત્રિ યાદગાર બની રહે એવાં શ્યો જોવા મળી રહૃાાં છે. સુરતીલાલાઓને પણ ઐશ્ર્વર્યાના સાથ થકી નવરાત્રિનો અનેરો આનંદ આવી રહૃાો છે. ઐશ્ર્વર્યાએ તેના નામ પ્રમાણેનું જ પર્ફોર્મન્સ આપ્યું છે. યુવા હૈયાંના થનગનાટને ઐશ્ર્વર્યા મજમુદારે જાણે સાતે આસમાને પહોંચાડી દીધો છે. તેની ધમાકેદાર સ્ટેજ ઉપરની એન્ટ્રી પણ સુરતીલાલાઓ માટે આકર્ષક બની રહી છે. ઐશ્ર્વર્યા મજમુદારનો અવાજ સાઉન્ડ સિસ્ટમ અને ખેલૈયાઓનો જોશ નવરાત્રિને અલગ જ રંગમાં રંગી દીધી છે. મોટા ભાગના ગ્રુપ એકસાથે એક જેવા જ ટ્રેડિશનલ રંગ અને ફેશનના ડ્રેસ તથાને ઓર્નામેન્ટ સાથે જોવા મળી રહૃાા છે. ખેલૈયા માત્ર સજીધજી જ નથી રહૃાા, પરંતુ મન મૂકીને ગરબે પણ ઘૂમી રહૃાા છે. શરૂઆતથી અંત સુધીમાં જાણે એકપણ ક્ષણ આરામ ન લેવાનો નક્કી કર્યો હોય એ રીતે સતત ઢોલના તાલે અવનવાં સ્ટેપ કરી રહૃાા છે.