સુરતમાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૫૫ હજારને પાર, મૃત્યુઆંક ૧૧૩૭ પર સ્થિર

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૫૫૧૯૧ પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક ૧૧૩૭ પર સ્થિર છે. ગત રોજ શહેરમાંથી ૯૪ અને જિલ્લામાંથી૬ મળી શહેર જિલ્લામાંથી ૧૦૦ કોરોના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં ૫૩૦૮૭ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

શહેર જિલ્લામાં કોરોનાના કેસ ૩ મહિના પહેલાની સ્થિતીએ પહોંચી ગયા છે. જે પ્રમાણે કેસમાં વધારો થઈ રહૃાો છે તે પ્રમાણે યુકે સ્ટ્રેઈનના કારણે આ વધારો થઈ રહૃાો હોવાની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે. સતત વધી રહેલા પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા ઓછી રહેતા એક્ટિવ કેસમાં સતત વધારો થઈ રહૃાો છે.

શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ૯૬૭ થઈ ગઈ છે. સિવિલમાં ૨૨ દર્દીઓ પૈકી ૮ ગંભીર છે. જેમાં ૨ વેન્ટીલેટર, ૨ બાઇપેપ અને ૪ ઓક્સિજન પર છે. સ્મીમેરમાં ૭ ગંભીર પૈકી ૩ વેન્ટીલેટર અને ૨ઓક્સિજન પર છે.