સુરતમાં કોરોના બન્યો અનસ્ટોપેબલ: બપોર સુધીમાં નોધાયા વધુ ૧૦૫ કેસ

સુરત,
સુરત શહેર સહિત જીલ્લામાં કોરોના વાયરસના કેસોમાંશ્ર્વ કંઇક અંશે ઘટાડો દેખાયો છે. પરંતુ સરેરાશ રોજના ૨૦૦ જેટલા કેસો હજુ પણ આવી રહયા છે. તેની સામે મોતનો આંકડો પણ ઓછો થયો છે. જા કે સરેરાશ રોજના પાંચ થી સાતના મોત નિપજી રહયા છે. શનિવારે સુરતમાં ૧૦૫ નવા કેસો નોંધાયા છે. જયારે ચારના મોત પણ નિપજ્યા છે.જેમાં સુરત ડિસ્ટ્રીકટ બેક્ધ તેમજ મઢી સુગર ફેકટરીશ્ર્વના માજી પ્રમુખ દિલીપભાઈ ભક્તનું અને બારડોલી નાગરિક બેક્ધના ડિરેકટર જગુભાઈ પટેલનું કોરોનામાં મોત થતા સહકારી અને સામાજિક ક્ષેત્રમાં શોકનો માહોલ છવાયો છે. સુરત શહેર અને જીલ્લામાં કોરોનાના કેસોને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ છતાં સરેરાશ રોજના ૨૦૦થી વધુ કેસો સુરતમાં નોંધાઇ રહૃાા છે. છેલ્લાં ૧૦ દિવસથી રાંદેર અને અઠવા ઝોન કોરોના વાયરસનું એપી સેન્ટર બન્યુ હોય તેવું લાગી રહૃાુ છે.
કોરોના વાયરસની સ્થિતી કંઈ રીતે કાબુમાં લેવાઇ તે અંગે તમામ પગલાઓ તંત્ર દ્વારા લેવામાં આવી રહૃાા છે. લોકો પણ સાવચેત થઇ તકેદૃારીના તમામ પગલા લઇ રહૃાા છે. શનિવારે બપોર સુધી સુરત શહેરમાં ૭૫ કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં ૧૨,૪૨૦ કેસો નોંધાઇ ચુકયા છે. જયારે જીલ્લામાં પણ કેસો વધી રહૃાા છે. બપોર સુધીમાં ૩૦ નવા કેસ નોંધાયા છે. આ સાથે જીલ્લામાં પણ કોરોનાનો પોઝિટિવ આંક ૩,૦૪૭ થય છે. આમ સુરતમાં અત્યાર સુધી કુલ પોઝીટીવ આંક ૧૪,૪૬૭ પર પહોદ્વચ્યો છે.
આ ઉપરાંત કોરોનામાં વધુ ૪ દર્દીઓનાં મોત નિપજતા મૃત્યુઆંક ૬૭૨ પર પહોંચ્યો છે. જેમાં સુરત ડિસ્ટ્રીકટ બેક્ધ તેમજ મઢી સુગર ફેકટરીના માજી પ્રમુખ દિૃલીપભાઈ ભક્તનું અને બારડોલી નાગરિક બેક્ધના ડિરેકટર જગુભાઈ પટેલનું કોરોનામાં મોત થતા સહકારી અને સામાજિક ક્ષેત્રમાં શોકનો માહોલ છવાયો છે. આ ઉપરાંત કોરોનાને મ્હાત આપી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્ના છે. શુક્રવારે સૌથી વધુ ૩૪૭ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી ૧૧,૪૫૭ દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે.