સુરત,
ડાયમંડ સિટીમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે ત્યારે શહેર પોલીસે દશામા અને જન્માષ્ટમીની ઉજવણી પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે. ૧૦ દિવસનું દશામાનું વ્રત આજથી શરુ થશે જ્યારે જન્માષ્ટમી ૧૨ ઓગસ્ટે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદૃેશ મુજબ લાગુ કરાયેલા પ્રતિબંધો પ્રમાણે ભક્તો શોભાયાત્રા કાઢી શકશે નહીં અને મૂર્તિઓનું વિસર્જન પણ ઘરે જ કરવું પડશે. લોકોની ભીડ એકઠી ન થાય તેમજ શહેરમાં મહામારીને ફેલાતી અટકાવવા માટે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે, ભક્તો દશામાની મૂર્તિ સાથે લાંબી શોભાયાત્રા યોજે છે અને પછી તેનું વિધિપૂર્વક તાપી નદીમાં વિસર્જન કરે છે.
પહેલા જાહેર સ્થળોએ ઉભા કરવામાં આવેલા પંડાલોમાં ૧૦ દિવસ સુધી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવતી હતી અને ભક્તો માતાના દર્શન કરવા માટે લાંબી કતાર લગાવતા હતા, પરંતુ આ વખતે ‘કોરોના વિલન બનતાં આમ નહીં થાય. પોલીસે નદીમાં મૂર્તિઓનું વિસર્જન અટકાવવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ના પ્રતિબંધિત આદૃેશોનો પણ ઉલ્લેખ કર્યો છે. ‘જે લોકો આદૃેશોનું ઉલ્લંઘન કરશે તેમની ધરપકડ કરવામાં આવશે. એક જ જગ્યાએ લોકોની ભીડ ભેગી ન થાય તેના પર કડક રીતે નજર રખાશે,
તેમ એક પોલીસ અધિકારીએ કહૃાું. આ વખતે ઘરે જ તહેવારોની ઉજવણી કરવાનો આદૃેશ હોવાથી પોલીસે મૂર્તિકારોને પણ દશામા અને ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિઓની ઊંચાઈ ૨ ફૂટથી ઓછી રાખવાની અને વેચવાની સૂચના આપી છે. આ સિવાય ભક્તોને પંડાલ ઊભા ન કરવાનો પણ આદૃેશ આપવામાં આવ્યો છે. ભૂતકાળના વર્ષોની જેમ આ વર્ષે કોઈને પણ મૂર્તિને નદી કે તળાવમાં વિસર્જિત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ગયા વખતે મૂર્તિઓના વિસર્જન માત્ર કૃત્રિમ તળાવ ઉભા કરવામાં આવ્યા હતા પરંતુ આ વખતે આવા કોઈ તળાવ બનાવવામાં આવશે નહીં, તેમ પોલીસે કહૃાું.