સુરતમાં જે.વી.કાકડિયા પર ઈંડા ફેંકનાર બે શખ્સની કરાઈ ધરપકડ

સુરતના યોગીચોકમાં યોજાયેલી ભાજપની સભામાં જે.વી.કાકડિયા પર ઈંડા ફેંકનાર બે શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભાજપ દ્વારા યોગીચોકમાં વિજય વિશ્વાસ સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા ધારીથી ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયા પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા. જેથી હોબાળો પણ થયો હતો. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગૌરવ કાકડીયા અને પ્રિયમ વિરાણીની ધરપકડ કરી છે.