સુરતમાં ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી ફોટા વાઇરલ કરનાર ખાંભાનાં હનુમાનપુર ગામનાં શખ્સને ઝડપી લીધો

  • સુરત સાયબર ક્રાઇમ સેલે આરોપીને ઝડપી લઇ પુછપરછ હાથ ધરી

સુરત,
સુરત પોલીસમાં ઇ.પી.કો. 500 તથા આઇ.ટી.એકટ કલમ – 66 (સી), 66 (ઇ), 67 મુજબનો ગુન્હો દાખલ થયેલ. જે ગુન્હામાં સંડોવાયેલ શખ્સે ગત તા. 22/03/2020 પહેલા કોઇ પણ વખતે ફરિયાદની સંમતી વગર તેમના નામના ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેમાં ફરિયાદીની સંમતી વગર. તેમના નામના ફેસબુક એકાઉન્ટમાં જે ફોટોગ્રાફ અપલોડ કરેલ તે ફોટોગ્રાફ લઇ આ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરી તેમાં બિભત્સ લખાણ લખી ફરિયાદીને બદનામ કરી ગુન્હો આચરેલ. ઉપરોકત આરોપીને શોધી કાઢવા મળેલ સુચના મુજબ સુરત સાયબર ક્રાઇમ પોલીસે આરોપી ધ્ાુ્રવેશ ઉર્ફે કાનો વિનુ સભાયા ઉ.વ. 22 રહે. સુરત વરાછા મૂળ ખાંભાના હનુમાનપુર ગામ વાળાને ઉપરોકત ગુન્હામાં શોધી કાઢી અટક કરી પુછપરછ હાથ ધરી છે.