સુરતમાં વડા પ્રધાનના જન્મ દિન નિમિતે સુરતમાં રોપાયા ૭૦ હાજર વૃક્ષ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૦માં જન્મ દિવસની સુરત ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પીએમ મોદીના ૭૦માં જન્મ દિવસ નિમિતે સુરત શહેરમાં ૧૧ દિવસમાં ૭૦ હજાર વૃક્ષ વાવાનું નક્કી કરી આ કાર્ય શરૂ કરાયું હતું અને તેમના જન્મ દિવસની આગલે દિવસે જ આ લક્ષ્ય ૭૦ હજાર પાર કરી જતા સુરતીલાલાઓએ આંનદની લાગણી અનુભવી હતી. આજે લોકલાડીલા એવા દેશના વડાપ્રધાન મોદીજીનો જન્મ દિવસ છે

ત્યારે તેમનો જન્મ દિવસ દેશના લોકો ખુબ ધૂમધામથી ઉજવતા હોય છે ત્યારે આ વર્ષે કોરોના મહામારી વચ્ચે લોકોને એકત્ર થવા પર પ્રતિબધ છે ત્યારે કોરોના મહામારીમાં સૌથી વધુ દર્દીને ઓક્સિજનની જરૂર હોવાને લઇને સુરતના ડેપ્યુટી મેયર, સુરત સાંસદ દર્શન જર્દૃોષ અને મેયર જગદીશ પટેલ દ્વારા મોદીજી ૭૦ વર્ષ પુરા કરી ૭૧ વર્ષમાં પ્રવેશ કરી રહૃાા છે ત્યારે ૭૦માં જન્મ દિવસ નિમિતે સુરતના લોકો દ્વારા ખાસ ગિટ આપવા માટે સુરતના ડેપ્યુટી મેયર સાથે અનેક લોકોએ સંકલ્પ લઈ શહેરમાં ૭૦ હાજર વૃક્ષ વાવનું નક્કી કર્યું છે.

આ કાર્યની શરૂઆત ૧૧ દિવસ પહેલા કરી હતી. જોત જોતામાં શહેરમાં અનેક સોસાયટી રસ્તા અને મોહલ્લામાં રહેલા લોકોના સહકારથી આ ભગીરત કાર્ય મોદીજીના જન્મ દિવસ પહેલા પૂર્ણ થઈ ગયું છે અને ૭૦ હજારના લક્ષ્યાંક સામે ૭૩ હજાર વૃક્ષ વાવમાં આવ્યા છે.