સુરતમાં શનિવારે પદાધિકારીઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાશે

સુરત,
જરખીયા -ગોવિદપરા-સુરગપરા જનજાગૃતિ પ્રગતિ મંડળ દ્વારા અમરેલી જીલ્લા પંચાયતના નવા વરણી પામેલા પ્રમુખ ભરતભાઇ સુતરીયા(જરખીયા વાળા),સુરતના નવા વરણી પામેલા મેયર દક્ષેશભાઈ માવાણી તેમજ સુરત ચેમ્બર ઓફ કોમર્સ ના નવા વરાયેલા પ્રમુખ રમેશભાઇ વઘાસીયા નો ભવ્ય સન્માન સમારોહ તા.4 નવેમ્બરના રોજ 2.30 વાગે”સરદાર સ્મૃતિ ભવન”, ઝવેરચંદ મેઘાણી ઉધાન સામે,મીની બજાર, વરાછા રોડ રાખેલ છે.સમારોહના ઉદધાટક કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલા,સમારોહના અધ્યક્ષ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, સમારોહમાં અતિથી વિશેષ ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તેમજ કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ રહેશે.તેમજ રાજસ્વી ગૌરવ એવા ગુજરાતના મંત્રીઓ હર્ષ સંઘવી,મુકેશ પટેલ, પ્રફુલ પાનસુરીયા,કૌશિક વેકરીયા, નારણભાઈ કાછડીયા,નિરંજન ઝાંઝમેરા, અમરેલી જીલ્લા ના પાંચ ધારાસભ્યો જે.વી. કાકડિયા, મહેશ કસવાળા, જનક તળાવીયા, હિરાભાઇ સોલંકી તેમજ માજી વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયા,કુમાર કાનાણી, જનકભાઈ બગદાણા વાળા તેમ સુરત વસતા જરખીયા સુરગપરા ગોવિદપરા ગામના તમામ અગ્રણીઓ, ઉધોગપતિઓ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે, સમગ્ર કાર્યક્રમ ના આયોજક મનુભાઈ ગોબરભાઇ કાકડિયા (પ્રમુખ આકાશ ગંગા જલધારા ટ્રસ્ટ, પ્રમુખ લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ) આને ધનજીભાઈ નરસિંહભાઇ આસોદરીયા(પ્રમુખ જરખીયા ગોવિદપરા સુરગપરા જન જાગૃતિ પ્રગતિ મંડળ,ધરતી ડાયમંડ) દ્વારા કરવામાં આવેલ છે એમ મહેશગીરી ગોસ્વામી ની યાદી જણાવે છે