સુરતમાં હિરાના વેપારીએ રૂ. 2.17 કરોડની છેતરપીંડી કરી

સુરત,
વરાછા મિનીહિરાબજારમાં ધંધો કરતાં વેપારી પાસેથી તેના સબંધી વેપારીએ તૈયાર હિરાનો જથ્થો ખરીદ કર્યો હતો. એ પછી નાણા ચુકવવા આનાકાની કરીને એક કરોડનો ફલેટ આપવાની વાત કરી હતી. આ વેપારીએ હિરા બજારના અન્ય વેપારી સાથે છેતપરીંડી કરી હતી. જેણે ઉઠમણું કરીને અંતે રૂ. 2.17 કરોડની ચુકવણી કર્યા વિના ઓફિસ બંધ કરી દીધી હતી. સબંધી વેપારીએ કરેલી છેતરપીંડી અંગે વરાછા પોલીસે ફરીયાદ નોંધી છે.
વરાછા પોલીસ સુત્રો દ્રારા પ્રાપ્ત વિગત મુજબ એ.કે રોડ વિસ્તારમાં આવેલ મિરાનગર સોસાયટીમાં રહેતા
ુકેશ કરમશીભાઇ સાનેપરા (મુળ રહે, કરકોલીયાજી, જી.અમરેલી) મિની હિરાબજારના સહયોગ ચેમ્બર્સમાં હિરાનો ધંધો કરતા હતા.દરમિયાન વેપારી મુકેશ સાનેપરા એ આર્ટીસન જેમ્સ નામે તેમના સબંધી વરાછા સેન્ટ્રલ બજારના વેપારી રાકેશ રતિલાલ બફલીપરા રહે, શુભમ એવેન્યુ, મોટાવરાછા સાથે હિરાનો ધંધો શરૂ કર્યો હતો.
રાકેશ પોતે મુંબઇ ખાતે જવેલર્સનું કામ પણ કરતો હોવાનું જણાવીને ગત મે 2018 વર્ષથી જુલાઇ 2019 વર્ષ દરમિયાન જુદા જુદા લોટ્સ હેઠળ રૂ.1,30,000 ની કિંમતનો તૈયાર હિરાનો જથ્થો ઉધાર પેટે ખરીદ કર્યો હતો. એ પછી મુકેશ સાનેપરાએ નક્કી કરેલ સમય મર્યાદામાં હિરા પેટેના નાણા ની માંગણી કરતાં સબંધી વેપારી રાકેશ એ કોરોનાની બિમારીના કારણે ધંધો બંધ કર્યો હોવાનું જણાવ્યુ હતુ. એ પછી હાલ નાણાની સગવડ નહીં હોવાનું કહીને પોતાનો ફલેટ રૂ. 32 લાખ વેચાણ પેટે આપવાની વાત કરી હતી. એ પછી રાકેશ એ ફલેટ કે હિરાની ખરીદી પેટેના નાણા ચુકવણી કર્યુ ન હતુ. ઉપરાંત રાકેશ એ પ્રકાશ ચીતલીયાના રૂ.39,41 લાખ, રજની નારોલાના 17.13 અને પરેશ સાવલીયાના 30 લાખ એમ કુલ રૂ. 2,17,451 ની હિરા ખરીદી કર્યા પેટેના નાણા ચુકવ્યા વિના ઓફિસ બંધ કરીને ભાગી છુટ્યો હતો.