સુરત,
સુરત શહેરના ઈતિહાસમાં એક અભૂત પૂર્વ અવસર સાકાર થવા જઈ રહ્યો છે. જે તમામ 47 દિવસ સુધી સાધુ જેવું જીવન પસાર કરશે. શ્વેત વસ્ત્રોમાં સજ્જ આરાધકો પોત પોતાની ક્ષમતા મુજબ અલગ અલગ તપ આરાધના કરશે. એક સાથે 1100 સાધકો ઉપધાન તપની આરાધના કરશે એવો આ સુરત નો પહેલો એતિહાસિક અવસર છે. જૈન શાસનમાં ઉપધાન તપનું અનેરું મહત્વ છે. જેમાં સતત 47 દિવસ સુધીશ્રાવક – શ્રાવિકાઓએ સાધુ જેવું જીવન જીવવાનું હોય છે. એટલે કે ઘર – પરિવાર, વેપાર – ધંધો, ગાડી- બંગલા, વીજળી – પંખા, મોબાઈલ વગેરેનો ત્યાગ કરી એક જ જગ્યાએ માત્ર અને માત્ર સાધુ જેવું જીવનપસાર કરવાનું હોય છે. મોક્ષ માર્ગે આગળ ધપવા ઈચ્છતા ભાઈ – બહેનો માટે આ પહેલું પગથિયું છે.જેના કારણે તપ – ત્યાગની લાગણી બળવત્તર બને. સુરતના વેસુ ખાતે આ તપ એક સાથે 1,100 થીવધુ શ્રાવક – શ્રાવિકાઓ કરશે. જેના માટે બલર ફાર્મ – વેસુ ખાતે 3,50,000 સ્ક્વેર ફુટ જગ્યામાં વિરતિવૃંદાવન નગરીનું અદ્ભૂત રીતે નિર્માણ કરવામાં આવ્યું છે.જૈન શાસનનો ચોમેર જય જયકાર કરનારા આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના અંતેવાસી શિષ્યરત્ન આચાર્ય શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાસહિત 300 જેટલા સાધુ સાધ્વીજી ભગવંતની પાવન નિશ્રામાં 1,100થી વધુ સાધકો ઉપધાન તપ કરશે.આચાર્ય શ્રીમદ્ વિજય નિર્મળદર્શનસૂરીશ્વરજી મહારાજ સાધકોને પ્રેક્ટીકલ જ્ઞાન આપશે. ઉપધાન તપ કરનારા 1,100થી તપસ્વીઓની તેમજ દીક્ષાર્થીની સેવા કરવાની તક એક જ પરિવારને સાંપડી પરિવાર તરફથી રહેવા – જમવાથી લઇ તમામ આયોજન હાઈ – ફાઈ સ્ટાઈલથીકરવામાં આવ્યું છે.ઉપધાન તપનો પ્રારંભ આસો સુદ 14, શનિવાર તા. 8/10/ર0રરથી થશે. 27મીનવેમ્બરે વિશિષ્ઠ શોભાયાત્રા અને તા. 28/11/202રના રોજ માલારોપણ કાર્યક્રમ સંપન્ન થશે.બલર ફાર્મ ખાતે 3,50,000 સ્ક્વેર ફુટ જગ્યામાં ખાસ ઉભી કરાયેલી વિરતિ વૃંદાવનનગરીની માહિતી તરફ દ્રષ્ટિપાત કરીએ તો 12,000 સ્ક્વેર ફુટમાં જાજરમાન જિનાલય – દેરાસર, જોતાજમન ઠરી જાય. 12,000 સ્ક્વેર ફુટમાં સિક્સ ડાઈમેંશન ઓફ વર્લ્ડ (62)ની અદ્ભુત રચના જે નિહાળતાપાપોની દુનિયાથી હટવાનું મન થાય અને સારા માણસ બનવાના સપના જાગે. 22,000 સ્ક્વેર ફુટમાંપિલ્લર લેસ પ્રવચન મંડપ જે માર્બોલેક્ષ ટાઈલ્સ અને ફોલ સીલીંગ સાથે હશે. 6000 સ્કીવેર ફુટમાં ગુણ- કીર્તિ યશોગાથા નયન રમ્ય પ્રવેશ દ્વાર, પ્રવેશતાની સાથેજ ફુવારો, ફુવારાની બંને બાજુ સાત – સાતહાથીઓની લાંબી કતાર જોઇને ઝૂમી ઉઠાશે.પાંચ આચાર્ય મહારાજ સહિત 300 સાધુ – સાધ્વીજી ભગવંતો, 1,100 આરાધકો, દેશ-વિદેશથી અનેક આરાધકો પધારશે. એકજ માંડવામાં 14 દીક્ષા થશે. પ્રતિ રવિવારે મહાપૂજા અને ભક્તિસંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.જિનાલયમાં શંખલપુરથી 51 ઇંચના કાઉસ્સગમુદ્રા વાળા 2500 વર્ષ પ્રાચીન બે પ્રભુજીપધાર્યા છે. જ્યારે સમ્રાટ સંપ્રતિ સંસ્થાના ચાર પ્રભુજી હસ્ત્ગીરી મહાતીર્થથી લવાયા છે.વિરતિ વૃંદાવન અદ્ભૂત નગરીના નિર્માણ માટે છેલ્લા બે – ત્રણ મહિનાથી બંગાળ અનેમહારાષ્ટ્ર – મુંબઈ તેમજ ગુજરાતના આશરે 200થી વધુ કલાકારો સતત કાર્યરત છે.