સુરતવાસીઓ સાવધાન: કોરોનાના ૬૦ દર્દીઓની હાલત ગંભીર

સુરત,

દિવાળી બાદ કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે. જ્યારે હવે ઠંડીની શરૂઆત પણ થઇ છે. આ વચ્ચે સુરત શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહૃાો છે. હાલ સુરતમાં કોરોનાના ૬૦ દર્દીઓની હાલત ગંભીર છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં ૨ દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો ૧૨ દર્દીઓ બાઇપેપ પર છે અને ૨૮ દર્દીઓ ઓક્સિજન પર છે.

આ સિવાય સુરત સ્મિમેરમાં ૨ દર્દીઓ વેન્ટિલેટર પર, ૧૨ દર્દીઓ બાઇપેપ પર અને ૪ દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઇ રહૃાા છે. સુરતમાં કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. વધતા કોરોનાને લઇને તંત્ર દ્વારા અનેક પગલાંઓ લેવામાં આવી રહૃાા છે. છતા કેટલાક બેદૃરકાર લોકો હજી પણ કોરોનાને લગતા નિયમોનું પાલન કરતા નથી અને જાહેરમાં માસ્ક વગર બહાર ફરી રહૃાા છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડાવતા જોવા મળી રહૃાા છે.

ઉલ્લેખનીય છે કે કોરોના કેસમાં અધધ વધારો થતા ગઇ કાલે સુરત મનપા હરકતમાં આવી હતી. વધતા કેસને લઇને શોિંપગ મોલ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ખાસ કરીને શનિ-રવિ મોલમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હતા જેને લઇને આ સુરત મહાનગર પાલિકા દ્વારા મોલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય નિયમમાં કોઇ ભંગ થશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.