સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં રેપીડ ટેસ્ટ કરવા સૂચના

  • કોરોના સંક્રમણ અટકાવવા અને પોઝિટિવને શોધવા અભિયાન

    ગુજરાતમાં કોરોના હવે બેકાબુ બની રહૃાો છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં વધુ કેસ આવી રહૃાા છે, અમદાવાદ બાદ હવે સુરત હોટસ્પોટ બની ગયું છે અને તે પછી રાજકોટમાં કેસ વધવા લાગ્યા છે. ત્યારે એકાએક એક્ટિવ થયેલા આરોગ્ય વિભાગે હવે અમદાવાદની જેમ રાજ્યના સુરત, રાજકોટ, વડોદરા સહિતના અન્ય જે શહેરમાં કોરોના કેસ વધે છે. ત્યાં પણ રેપીડ ટેસ્ટ કરવાની વિચારણા શરૂ કરી છે.
    અમદાવાદમાં કેસો ઘટવાની સાથે રેપીડ ટેસ્ટના કારણે અમદાવાદીઓ હર્ડ ઇમ્યુનિટીમાં આવી રહૃાા હોવાનું તારણ નીકળતા (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેલ્થ ડિપાર્ટમેન્ટ ૨૭ના દૃુનિયાની લાંબી સ્ટડી બાદ હર્ડ ઈમ્યુનિટીની વાતને સમર્થન નથી આપતી) હવે બીજા શહેરોમાં પણ વધતા કેસો અટકાવવા માટે અમદાવાદ પેટર્નથી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હવે સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં પણ રેપીડ ટેસ્ટ કરીને કોરોના સંક્રમણને રોકવાના પ્રયાસો કરવા માટે રાજ્ય સરકારે સૂચના આપી છે કે, પદરેક મ્યુનિસિપલ કોર્પેારેશન રેપીડ ટેસ્ટ કરી શકે છે.
    આ વખતે ફરી એકવાર સુપર સ્પ્રેડર્સ ટેસ્ટિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે કે એવા એકમો,માર્કેટ, શોપિંગ કોમ્પ્લેક્સ કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં હોય અથવા કામ કરતાં હોય તેવી ફેક્ટરી, જીઆઈડીસી, બેક્ધો અને બસ સ્ટેન્ડને આવરી લેવામાં આવ્યા છે. અમદાવાદની જેમ સુરત, રાજકોટ અને વડોદરા મહાનગરમાં પણ રેપીડ ટેસ્ટનો આગ્રહ રાખવામાં આવી રહૃાો છે.