સુરત અમદાવાદથી આવતા લોકોને અનુરોધ : જેને માવતરને જીવાડવા છે તે સીધા હોસ્પિટલમાં જાય

  • સુરત અમદાવાદથી સીધા ઘેર જતા લોકોમાં વધારે પોઝિટિવ નીકળે છે તે ઘેર જઇ પરિવારને પણ મુશ્કેલીમાં મુકે છે

અમરેલી,(ડેસ્ક રિપોર્ટર)
ગુજરાતમાં સૌથી વધારે સંખ્યામાં અમરેલી જિલ્લાના લોકો સુરત અમદાવાદ અને મુંબઇમાં ધંધા માટે ગયા છે અને આજની તારીખે પણ તેમની મિલ્કત કે વડીલો દેશમાં એટલે કે અમરેલી જિલ્લામાં છે અને હવે આ ત્રણેય મહાનગરોમાં કોરોનાનો કહેર શરૂ થયો છે ત્યારે ત્યાં હોસ્પિટલોમાં જગ્યા ખુટી પડતા સ્વભાવીક જ સૌ વતન તરફ વળ્યા છે પણ વતન આવી રહેલા લોકો જાણીયે અજાણ્યે તેમના માવતરને મુશ્કેલીમાં મુકી રહયા છે બહારથી આવેલા લોકોમાં અર્ધા ઉપરાંતના લોકો પોઝિટિવ હોય છે પણ તેમને કોઇ લક્ષણો હોતા નથી જેના કારણે તે સીધા હોસ્પિટલમાં જવાને બદલે ઘેર જાય છે અને બે ચાર દિવસે તકલીફ થતા દાખલ થાય છે અને પોઝિટિવ આવે છે ત્યારે તેમના માવતર પણ આ સંક્રમણનો ભોગ બની ચુક્યા હોય છે.અમરેલી જિલ્લામાં મૃત્યુ પામેલા આજના ત્રણ વડીલોની ટ્રાવેલ હિસ્ટ્રી નથી પણ તેમને ત્યાં સુરતથી પરિવારમાં કે નજીકના સબંધીમાં આવેલા લોકો ગયા હોય અને સંક્રમણ થયુ હોય તેવી શક્યતા પણ નકારાતી નથી માટે બહારથી આવનારા વતનીઓને જો લક્ષણ હોય તો ઘેર જવાને બદલે સીધા સિવીલમાં જાય નહીતર ઘેર જઇ અને ગામડાઓમાં વિશાળ જગ્યા હોય છે તે 15 થી 20 દિવસ પરિવારથી અલગ રહે તો તેમના માવતર પણ સલામત રહેશે.