સુરત ટીઆરબી જવાન પર ૩ યુવકોએ કર્યો જીવલેણ હુમલો

સુરતના ડીંડોલી સાંઈ પોઈન્ટ નજીક ટીઆરબી જવાન પર છરા વડે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેનો વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, મોપેડ પર ત્રણ લોકો જઈ રહૃાા હતા તે દરમિયાન અચાનક મોપેડ સ્લીપ થઇ ગયું હતું અને ત્રણ લોકો નીચે પટકાયા હતા. આથી ટ્રાફિક પોલીસ સ્ટાફ બચાવા દૃોડી ગયો હતો. જો કે ત્રણ લોકોમાંથી એક યુવકે છરો કાઢી ટીઆરબી જવાન પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન સાવધાની પૂર્વક જવાને પ્રતિકાર કર્યો હતો અને ત્રણેય લોકો મોપેડ પર ભાગી ગયા હતા. જો કે આ આખી ઘટના ત્યાં હાજર શખ્સે મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી અને વાયરલ કરી દૃેતા પોલીસે આ ત્રણેય શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે.