સુરત થી આવેલા યુવાન નો કોરોના પોઝિટિવ આવતા લોકો માં ફફડાટ

કોરોના મહામારી માં લોકડાઉન સમયે અવ્વલ નંબરે આવતો અમરેલી જિલ્લો અનલોક ની છૂટછાટ માં બહાર થી આવેલા લોકો ના ચેપ થી રોજ રોજ નવા કોરોના પોઝિટિવ કેસ આપી રહ્યો છે. અમરેલી જિલ્લા ના મોટાભાગ ના કેસ એ સુરત ની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા કેસ છે. આજે અમરેલી જિલ્લા માં એકી સાથે વિવિધ વિસ્તારમાં દસ (10)કેસ પોઝિટિવ આવતા લોકો માં પણ બહાર થી આવતા વતનપ્રેમી લોકો થી ફફડાટ જોવા મળી રહ્યો છે. વડિયા તાલુકા ના મેઘાપીપળીયા ગામે આજે સુરત થી આવેલા 23વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વડિયા મામલતદાર પ્રશાંત ભીંડી ની ટીમ અને આરોગ્ય વિભાગ દ્વારા મેઘાપીપળીયા ગામે ધામા નાખ્યા હતા. આ યુવાન ના વસવાટ એરિયા ને સેનેટાઇઝ કરી તે એરિયા ને કંટેનમેન્ટ ઝોન જાહેર કરી આ વિસ્તારને કોરોના એપી સેન્ટર ના બેનર લગાવી લોકો ની અવર જવર ના થાય તે માટે સમગ્ર વિસ્તારમાં ને લોક કરવામાં આવ્યો હતો. સુરત અને અમદાવાદ થી આવતા વતનપ્રેમી લોકો એ તંત્ર અને સ્થાનિક લોકો ની ચિંતા માં વધારો કર્યો છે