સુરત-રાજકોટમાં કોરોના : અમરેલી જિલ્લાએ સાવધાન રહેવુ પડશે

અમરેલી,સુરત-રાજકોટમાં કોરોના પોઝીટીવ આવતા અમરેલી જિલ્લાએ સૌથી વધારે સાવધાન રહેવું પડશે કારણ કે સુરત અને અમરેલી એક જ છે સુરતમાં જો કોરોના કાબુમાં ન રહે તો અમરેલીમાં પણ તે વધ્ાુ ઝડપથી ફેલાશે માટે લોકો સાવચેત રહે જો કે કોરોના સામે લડી શકાય છે પણ સાવચેતી માટે સુરતમાં 144મી કલમ લાગુ કરી દેવામાં આવી છે. સુરતની સાથે અમરેલી જોડાયેલ હોય તો રાજકોટ પણ અમરેલીને અડીને આવેલ હોય અમરેલીમાં જોખમ વધારે હોવાને કારણે લોકોએ સચેત રહી તંત્રની સુચનાનો કડક અમલ કરવો અતિ જરુરી છે.