સુરત, વડોદરા, રાજકોટમાં રાત્રી કર્ફ્યુ લાગુ

  • શ્રી રૂપાણીનાં નિવાસસ્થાને યોજાયેલી હાઇપાવર કમિટીની બેઠકમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા : બેઠકમાં નિર્ણય

ગાંધીનગર,
દિવાળીના તહેવારો બાદૃ રાજ્યમાં કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવું લાગી રહૃાું છે. રાજ્યના અનેક શહેરોમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહૃાો છે ત્યારે અમદાવાવાદમાં પણ ૫૭ કલાકનું કરફ્યૂ
દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવું લાગી રહૃાું છે. રાજ્યના અનેક શહેરોમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહૃાો છે ત્યારે અમદાવાવાદમાં પણ ૫૭ કલાકનું કરફ્યૂ
લાદવામાં આવ્યો છે. જેનો અમલ શુક્રવારે રાત્રે ૯ વાગ્યાથી થશે. ત્યારે કેન્દ્રની આરોગ્ય ટીમ પણ ગુજરાતમાં ધામા નાંખવા આવી રહી છે. ત્યાં જ અમદાવાદમાં કરફ્યૂની અમલવારીને લઈ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પોલીસ, અમપા કમિશનર અને કલેક્ટર બેઠકમાં ઉપસ્થિત રહૃાા હતા. અમદાવાદમાં કર્ફ્યૂ અને રાજ્યની કોરોનાની સ્થિતિ અંગે નીતિન પેટેલે માહિતી આપી છે. સીએમની અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. નીતિન પટેલે જણાવ્યું છેકે, આવતીકાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાતના ૯થી સવારના ૬ સુધી કર્ફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિકોએ સહેજ પણ ભયભીત થવાની જરૂર નથી. આજથી ૯ વાગ્યાથી સોમવાર સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. તેની ચર્ચા કરવામાં આવી છે. તે માટે ગૃહ વિભાગના નોટિફિકેશન તૈયાર કરવાની ચર્ચા કરવામાં આવી છે. હોસ્પિટલમાં બેડો ખાલી નથી તે વાત ખોટી છે.રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદમાં લાગેલા ૫૭ કલાકના કરફ્યૂ વિશે માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદમાં કોરોના કેસનો રાફડો ફાટી નીકળ્યો છે અને સ્થિતિને પહોંચી વળતા કરફ્યૂ રાખવુ જરૂરી બની ગયું છે. આપણને તહેવારોની ઉજવણી દરમિયાન કોરોનાને આમંત્રણ આપ્યું હતું. જેના કારણે સ્થિતિ વણસી રહી હોય તેવું લાગી રહૃાું છે. પરંતુ અમદાવાદને બાદ કરતા અન્ય શહેરોમાં કરફ્યૂ આપવું કે નહી તે વિશે વિચારણા ચાલી રહી છે. આ દરમિયાન નીતિનભાઇએ જણાવ્યું કે, હાઇપાર કમિશનની બેઠકમાં કરફ્યૂના અમલ વિશે અને તેના નોટિફિકેશન વિશે ચર્ચા થઇ છે. સાથે જ જે લોકો દિવાળી વેકેશન દરમિયાન રાજ્યની બહાર ગયા છે અથવા શહેરની બહાર ગયા છે તેમને પાછા લાવવા અંગે પણ ચર્ચા થઇ છે.આ દરમિયાન નીતિનભાઇએ એવું પણ કહૃાું કે, સોશિયલ મીડિયામાં ખોટો માહોલ ઉભો કરાયો છે. જોકે સ્થિતિ એવી નથી. હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં બેડ છે.