સુરત શહેરમાં દોડશે મેટ્રો, પ્રોજેક્ટના ફેઝ – ૧ માટે ફાઈનાન્સિયલ બિડ ખુલી

  • ૧૧ કિ.મી.ના પ્રથમ ફેઝનું કામ ૩૦ મહિનામાં પૂરુ કરવાનું રહેશે

 

ગુજરાતના  સિટી” ગણાતા સુરતમાં પણ મેટ્રો ટ્રેન પરિયોજના પર કામ શરૂ થઈ ગયું છે. જે માટે ફેઝ-૧ના પ્રથમ સેક્શનના ૧૧ કિલોમીટરના એલવેટેડ રુટના ૧૦ સ્ટેશનો અને રૂટ નિર્માણ માટે ફાઈનાન્સિયલ બિડ ખોલવામાં આવી છે.

જેમાં સૌથી ઓછી બોલી ૭૭૯.૭૩ કરોડ રૂપિયાની લાગી છે. જેમાં સદ્દભાવ અને એસપી સિંગલા જૉઈન્ટ વેન્ચરનો નંબર આવ્યો છે. આ બન્ને કંપનીઓએ જોઈન્ટ કંસોર્ટિયમ અંતર્ગત સૌથી ઓછી બોલી લગાવી છે. જ્યારે દેશની પ્રથમ બુલેટ ટ્રેન યોજનાનો કોન્ટ્રાક્ટ મેળવનાર લાર્સન એન્ડ ટૂબ્રો આ દરમિયાન ત્રીજા ક્રમે રહી છે.

સુરત મેટ્રો રેલ પરિયોજના સાથે સંકળાયેલા અધિકારીઓ તરફથી મળેલી વિગતો મુજબ, માસ રેપિડ ટ્રાંઝીટ સિસ્ટમ અંતર્ગત ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડએ ફાઈનાન્સિયલ બિડ ખોલી. જેમાં અગાઉ ઓક્ટોબર મહિનામાં ટેક્નિકલ બિડ ખોલવામાં આવી હતી. જેમાં કુલ ૬ મોટી ઈન્ફાસ્ટ્રક્ચર કંપનીઓ સામે આવી હતી. જેમાંથી એક કંપની ડિસક્વાલિફાય થઈ ગઈ હતી. જ્યારે અન્ય ૫ કંપનીઓમાંથી સદ્દભાવ એસપી સિંગલા જોઈન્ટ વેન્ચરે ફેઝ-૧ના કામ માટે સૌથી ઓછી બોલી લગાવી હતી. આખી હવે કોન્ટ્રાક્ટ તેમને જ મળવાની શક્યતા છે.