સુરવો અને સાંકરોલી ડેમ ઓવરફ્લો : લોકોને એલર્ટ કરાયા

  • વડિયા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી અવીરત વરસાદ વરસતાં
  • સરપંચ સત્યમ માકાણી સહીત ગામલોકો પૂજા કરી, નીરના વધામણાં કર્યા

વડિયા,
આજે માત્ર એક જ કલાકમાં 30 મીમી વરસાદ ખાબક્યો હતો જ્યારે સતત વરસાદ થી રસ્તાઓ પર પાણી ભરાયા હતા તો બીજી તરફ વડિયા સુરવો ડેમ ના ત્રણ દરવાજા બે બે ફુટ ખોલવામાં આવ્યા છે વડિયા નિચાણવાળા વિસ્તારોમાં મામલતદાર દ્વારા સાવચેતીના ભાગરૂપે સુચનાઓ આપવામાં આવી તેમજ નદીના પટમાં અવર જવર નહીં કરવાની પણ ચેતવણી આપવામાં આવી હતી.વડિયા ની ભાગોળે સાકરોલી નદી પર હેરડા ડુંગર ની બાજુમાં આવેલો છે. આ ડેમ માંથી આ વિસ્તાર ના અને જેતપુર તાલુકા ના ગામડાઓ ને સિંચાઈ ના પાણી ની સુવિધા આપવામાં આવે છે. અમરેલી જિલ્લા ના હનુમાન ખીજડીયા ગામની તદ્દન નજીક અને આ ગામની જીવાદોરી સામાન આ ડેમ સારા વરસાદ થી ઓવરફ્લો થતા આ ગામના લોકો ની સિંચાઈની એક મોટી જરૂરિયાત સંતોષાતા હનુમાન ખીજડીયા ગામના લોકો માં જાણે હરખની હેલી આવી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ ખુશી ને વધાવવા ગામના યુવા સરપંચ સત્યમ માકાણી, ઉપ સરપંચ અમરુંભાઈ ગળ, સંજયભાઈ કાસવાળા, મનજીભાઇ ચુડાસમા, રતિભાઈ ભુવા, ગીરીશભાઈ ગોંડલીયા, પ્રફુલભાઇ મહેતા વગેરે દ્વવારા ડેમ સાઈટ પર જઈ ને શાસ્ત્રી હિતેષભાઇ પંડ્યા દ્વારા પૂજન કરી નીર ના વધામણાં કર્યા હતા.