સુરેન્દ્રનગરના વઢવાણના માઇભક્તે ૧૦૦ ગ્રામ સોનુ મા અંબાને અર્પણ કરાયું

સુરેન્દ્રનગર,તા.૧૯
યાત્રાધામ અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્યા પછી યાત્રિકોની સંખ્યામાં પણ ક્રમશ: વધારો નોંધાઈ રહૃાો છે. એ સાથે જ માતાજીના ભંડારામાં પણ આવકનો સ્ત્રોત શરૂ થવા પામ્યા છે. શુક્રવારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના માઇ ભક્ત ભાનુબેન વિષ્ણુભાઈ દવેએ બપોરે માતાજીના રાજભોગની આરતી બાદ દર્શન કરી અને મા અંબાના શ્રી ચરણમાં ૧૦૦ ગ્રામ સોનાનું બિસ્કિટ કિંમત રૂ. ૫,૧૧,૦૦૦ અર્પણ કર્યું હતુ અને ધન્યતાની અનુભૂતિ કરી હતી. ભક્તે દૃાન કરી ધન્યતા અનુભવી હતી.