સુરેશ રૈનાએ આઈપીએલની આગામી સીઝન માટે શરૂ કરી તૈયારી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મિડલ ઓર્ડર બેટ્સમેન સુરેશ રૈના આ દિવસોમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ ૨૦૨૧) ની ૧૪મી એડિશનની તૈયારીમાં લાગી ગયો છે. રૈના આઈપીએલની આગામી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) તરફથી રમશે, જેને સીએસકેએ રિટેન કર્યો છે.

સુપરિંકગ્સે ચેન્નઈમાં પોતાની ટ્રેનિંગ શિબિર શરૂ કરી દૃીધી છે.પરંતુ રૈનાના હજુ ચેન્નઈ પહોંચવાના સમાચાર નથી. ડાબા હાથના બેટ્સમેન રૈના આ સમયે ગાઝિયાબાદમાં પોતાની તૈયારી કરી રહૃાો છે.

રૈનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો જેમાં તે ચેન્નઈ સુપર કિંગ્સની જર્સીમાં બેટીંગ પ્રેક્ટિસ કરતો જોવા મળી રહૃાો છે. આ દરમિયાન તે લોકલ બોલરો વિરુદ્ધ ચોગ્ગા અને છગ્ગાની વરસાદ કરતો જોવા મળી રહૃાો છે. બેટીંગ દરમિયાન રૈના બોલને યોગ્ય રીતે હિટ કરી રહૃાો છે અને તે સારી લયમાં જોવા મળી રહૃાો છે.