સુરેશ શાહ હત્યા કેસમાં રાજુ શેખવાનાં વચગાળાના જામીન મંજુર

અમરેલી,
અનેક અપરાધો સર્જી અને છુટી જનારા અમરેલીનાં વતની કુખ્યાત રાજુ શેખવા જેમાં ફસાયેલ છે તેવા અમદાવાદના હાઇ પ્રોફાઇલ મર્ડર કેસમાં સૌરાષ્ટ્રભરનાં લોકોની મીટ હતી તે કેસમાં સુપ્રિમ કોર્ટે રાજુ શેખવાને કામ ચલાવ રાહત આપતો ચુકાદો આપ્યો છે.અમદાવાદનાં ચકચારી સુરેશ શાહ હત્યા કેસમાં રાજુ શેખવાનાં વચગાળાના જામીન મંજુર કરવામાં આવ્યાં છે. અપહરણ, ધાક ધમકીથી કોન્ટ્રાક્ટ રાખવાના, માર મારવાના, ખંડણી સહિતનાં અનેક અપરાધોમાં સંડોવાયેલ કુખ્યાત રાજુ શેખવાએ અમદાવાદનાં હત્યા કેસમાં અરજી કરેલ હતી અને રાજકોટ, અમરેલી, જુનાગઢ, અમદાવાદ સહિત અનેક શહેરોમાં નેટવર્ક ધરાવતા અમરેલી જિલ્લાના વતની કુખ્યાત રાજુ શેખવાને સુપ્રિમ કોર્ટમાંથી વચગાળાના જામીનરૂપી રાહત મળી .