અમરેલી,
સુર્ય પ્રતાપગઢમાં રહેતા રોહીતભાઇ રમેશભાઇ પરવાડીયા, ઉ.વ.30 ને નિધી નામની એક અજાણી છોકરીએ ફોનમાં કોન્ટેકટ કરી, લગ્ન કરવા બાબતે બોલાવી, રોહીતભાઇ ફોર વ્હીલ કાર લઇ આનિધીને મળવા ગોંડલ જતા, અને આ નિધી નામની છોકરીને મળેલ અને બન્ને ફોર વ્હીલમાં જતા હતા તે દરમ્યાન અજાણ્યા આરોપીઓ મોટર સાયકલ લઇ આવી રોહીતભાઇની ફોર વ્હીલ કાર રોકી, આ આરોપીઓએ આ નીધી અમારી બહેન છે તેને તુ કયા લઇને જાય છે તેવુ કહી ધમકાવી, સમાધાન કરી લે નહીતર કેસમાં ફીટ કરી દઇશુ તેવી બીક બતાવી, સમાધાન કરવા પેટે પૈસાની માંગણી કરી, રોહીતભાઇ પાસે પૈસા ન હોય, તેને પહેરેલ સોનાનો ચેઇન કિ.રૂ.1,27,000/- ની બળજબરીથી કઢાવી લઇ ગુન્હો કરેલ હોય જે અંગે રોહીતભાઇ ફરીયાદ જાહરે કરતા આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ આપતા વડીયા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. 11193060220420 /2022 ઇ.પી.કો. કલમ 384, 120બી, 114 મુજબનો ગુન્હો રજી. થયેલ.આ બનાવમાં અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ. પટેલની રાહબરી હેઠળ એલ.બી.ટીમે ઉપરોકત ગુનાના સંડોવાયેલ તમામ આરોપીઓ એજાઝ કાસમભાઇ મીર, ઉં.વ.30, રહે.રાજકોટ, રૈયા ગામ, દરગાહની પાછળ, તા.જિ.રાજકોટ., દર્શનાબેન ઉર્ફે નિધિ ડો/ઓ પ્રકાશભાઇ મેપાભાઇ વાડોદોરીયા, ઉં.વ.23, હાલ રહે.રાજકોટ, નાના મવા સર્કલ, નહેરૂ નગર-3, તા.જિ.રાજકોટ, મુળ રહે.કાલાવાડ, શીતલ પાર્ક, શેરી નં.1,માતૃ કૃપા, તા.કાલાવાડ, જિ.જામનગર., હરેશ બાબુલાલ જોશી (કાટીયા), ઉં.વ.31, રહે.બ્લોક/10, આર.એમ.સી ક્વાર્ટર, બાલાજી હોલ પાસે, તા.જિ.રાજકોટ, કરણ બાબુલાલ જોશી, ઉં.વ.27, રહે.રાજકોટ, કાલાવાડ રોડ, વામ્બે રાજકોટ મ્યુનિસિપાલિટી ક્વાર્ટર, બ્લોક નં.34, બીજા માળે, તા.જિ.રાજકોટ, યોગેશ ઉર્ફે ધવલ રતિભાઇ ઠાકર, ઉ.વ.33, રહે.મુળ ગામ સુર્યપ્રતાપગઢ, ચોરા પાસે, તા.વડીયા,જિ.અમરેલી, હાલ રહે.સુરત, કામરેજ, બાપા સીતારામ ચોક, ક્રિષ્ના પેલેસએપાર્ટમેન્ટ, રૂમ નં.503.ને બાતમી હકિકત આધારે પકડી પાડી, પકડાયેલ તમામ આરોપીઓને આગળની કાર્યવાહી થવા વડીયા પોલીસ સ્ટેશન સોંપી આપેલ છે.