સુશાંતના કેસની સાથે સીબીઆઈએ શરૂ કરી દિશા સાલિયાનના મોતની તપાસ

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોત મામલાની ચાલી રહેલી તપાસ દરમિયાન આજે ગુરૂવારે કેન્દ્રીય તપાસ ટીમએ તેની મેનેજર રહેલી દિશા સાલિયાનના મોતના કેસની તપાસ શરૂ કરી છે. દિશા સાલિયાને સુશાંતના મોતના થોડા દિવસ પહેલા બિલ્ડિંગમાંથી કુદીને આપઘાત કરી લીધો હતો. સીબીઆઈએ દિશા સાલિયાન મામલાની તપાસ શરૂ કરતા સૌથી પહેલા કોર્નેર સ્ટોન્સ કંપનીના માલિક બંટી સચદૃેવને પૂછપરછ માટે ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં બોલાવ્યો છે. બંટી સચદૃેવ અભિનેતા સોહેલ ખાનની પત્નીનો ભાઈ છે.
મહત્વનું છે કે કોર્નેર સ્ટોન્સ કંપની એક સેલિબ્રિટી મેનેજમેન્ટ કંપની છે, જે વિરાટ કોહલી સહિત અનેક ક્રિકેટરો અને બોલીવુડ સિતારાઓના પીઆરનું કામ કરે છે. દિશા સાલિયાન આ કંપનીમાં કામ કરતી હતી. મોત પહેલા તે સુશાંત સિંહ રાજપૂતની એક ફિલ્મનું પીઆર સંભાળી રહી હતી. ઉલ્લેખનીય છે કે સીબીઆઈ દિશા સાલિયાનના ૮ જૂને થયેલા મોતના મામલાને સુશાંત િંસહ રાજપૂતના મોત સાથે જોડીને તપાસ કરી રહી છે.