સુશાંતના પિતાના વકીલનો આરોપ, રિયાએ ટિશ્યૂ પેપરની જેમ ઉપયોગ કર્યો

સુશાંતસિંહ રાજપૂત કેસમાં દરરોજ નવા નવા ખુલાસા થઈ રહૃાા છે. સીબીઆઈ આ કેસની તપાસમાં કરી રહી છે. ગુરુવારે સુશાંતના કેસમાં ફરી એક નવો વળાંક આવ્યો હતો રિયા ચક્રવર્તીએ ઇન્ટરવ્યૂ આપીને ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. રિયાએ કહૃાું સુશાંતને નશાની લત હતી. સુશાંત તેના જીવનમાં આવ્યો અ પહેલા જ તેને નશાની લત લાગી ચુકી હતી તેણે સુશાંતને ઘણી વાર ડ્રગ્સ લેતા અટકાવ્યો હતો. બીજી બાજુ સુશાંતના પિતા કે.કે.સિંઘના વકીલ વિકાસિંસહે આરોપ લગાવ્યો છે કે રિયાએ તેના સુશાંતનું આર્થિક શોષણ કર્યું હતુ. વિકાસિંસહે કહૃાું, ‘સુશાંત જીવતો હોત તો તેણે રિયા પર ૫૦૦ કરોડ ખર્ચ કર્યા હોત તો પણ મને મુશ્કેલી ન હોત. સુશાંતના મોત બાદ પરિવારજનોને ખબર પડી કે રિયાએ સુશાંતનો ઉપયોગ કર્યો છે. તેમની વચ્ચે કોઈ પ્રેમ નહોતો.
રિયાએ સુશાંતનો ઉપયોગ ટિશ્યુ પેપર તરીકે કર્યો હતો. વકીલે આરોપ મુક્યો કે રિયાને ખબર પડી કે સુશાંતને માનસિક સમસ્યાઓ છે તો શા માટે તેણે તેના પરિવારને જાણ ન કરી. રિયા સુશાંતને કેમ કોફી અને પાણીમાં પ્રતિબંધિત દવાઓ આપતી હતી? તમે સુશાંતને જાણ કર્યા વગર આ દવાઓ આપતી હતી આવતા ૩૦-૪૦ મિનિટ સુધી રાહુલના દિમાગને કંટ્રોલ કરતી હતી તો આ અંગે ડૉક્ટરને જાણ કરી હતી. રિયા ચક્રવર્તીએ સુશાંત રાજપૂતનાં પરિવાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોને નકારી દૃીધા છે.
રિયાનું કહેવું છે કે તમામ તપાસ એજન્સીઓનેતેમનો પૂર્ણ સહયોગ છે અને તે આગળની તપાસમાં સહકાર આપવાનું ચાલુ રાખશે. ડ્રગ્સ લેવાના આરોપો અંગે તેમણે કહૃાું કે, ‘મેં મારા જીવનમાં ક્યારેય ડ્રગ્સ લીધું નથી. ડ્રગ્સ લેવાના આરોપને ફગાવતા રિયાએ કહૃાુ કે મે મારા જીવનમાં ક્યારેય ડ્રગ્સ લીધો નથી. હું કોઇ ડીલરને ઓળખતી નથી. હું મારો દરેક ટેસ્ટ કરાવવા માંગુ છુ. આ દૃુર્ભાગ્યપૂર્ણ વાત છે કે સુશાંતની કેટલીક વાતો તેના પરિવારે જ જાહેર કરી સુશાંતની બદનામી થઇ. સુશાંતની યાદૃો હંમેશા મારી સાથે રહેશે.