સુશાંતની બહેને વધુ એક વીડિયો પોસ્ટ કરી લખ્યું, ભાઈ મને ગળે લગાડીને રડી પડ્યો હતો

બોલિવૂડ અભિનેતા સુશાંતિંસહ રાજપૂત આ દૃૂનિયાને છોડીને ચાલ્યા ગયાને ૨ મહિનાથી વધારે સમય થઈ ચૂક્યો છે. જો કે તેની યાદૃોને ભૂલવી પરિવાર અને ચાહકો માટે હજૂ પણ મુશ્કેલ છે. સુશાંતની સાથે જોડાયેલી કોઈને કોઈ વસ્તુ દરરોજ લોકોની સામે આવે છે. ચાહકો તેના જુના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા ઉપર શેર કરતા રહે છે. સુશાંતિંસહ રાજપૂતની બહેન શ્રવેતાસિંહ કીર્તીએ હવે સુશાંતનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શ્ર્વેતાના લગ્નના રિસેપ્શનનો છે. આ વીડિયોમાં સુશાંત પણ નજરે પડી રહૃાો છે.
વીડિયો ટ્વિટ કરતા શ્ર્વેતા લખ્યુ છે કે ભાઈ મારા લાગ્નના રિસેપ્શનમાં મને ગળે લગાવે છે. મને યાદ છે કે કેવી રીતે રિસેપ્શનના એક દિવસ પહેલા તેણે મને લગાવી હતી અને અમે બંને રડી પડ્યા હતા. શ્ર્વેતા લખ્યું હતું કે કદાચ તે સમયમાં હું પાછી જઈ શકું. આ વીડિયો સુશાંતના બ્લોકબસ્ટર હિટ ફિલ્મ એમ.એસ.ઘોની ધ અનટોલ્ડ સ્ટોરીની સ્ક્રીિંનગ પહેલાનો છે. વીડિયોમાં દૃુલ્હન બનેલી શ્ર્વેતા સ્ટેજ ઉપર પોતાના પતિની સાથે ઉભી છે અને સુશાંત મંચ ઉપર પોતાની બહેન અને જીજા સાથે વાતો કરતો નજરે પડી રહૃાો છે.
સુશાંત મંચ ઉપર જાય છે અને તેના જીજાને ફુલનો ગુલદસ્તો ભેટ આપે છે. જ્યાં સુધી તપાસની વાત છે તો સુશાંત મામલામાં સીબીઆઈ ફુલ એક્શનમાં છે. આજે તપાસનો પાંચમો દિવસ છે. જેમાં સીબીઆઈ બીજા કેટલાક લોકોની પૂછપરછ કરશે. રિયા ઉપર પણ સીબીઆઈ વધારે ભાર આપી રહૃાું છે. જલદીથી રિયાને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવવામાં આવશે.